(Source: ECI/ABP News/ABP Majha)
સુવર્ણ તકઃ ગેમ રમવાના શોખીનો માટે 10 લાખ રૂપિયા કમાવવાની તક, બસ ફોનમાં કરો આ નાનું કામ ને પછી.......
ગેમિંગ ઓફિસરને સામેલ કરવા પાછળનો આખો વિચાર એવો છે કે ગેમિંગ ઓફિસર એવા સ્માર્ટફોન બનાવવામાં મદદ કરશે,
Job for Gamers : આજકાલ લોકો મોબાઇલ પર ખુબ વ્યસ્ત રહે છે, ખાસ કરીને યુવાનો મોબાઇલ ફોનમાં ગેમ વધુ પ્રમાણમાં રમે છે, પરંતુ હવે જો તમે ગેમિંગના શોખીન છો, તો તમારા માટે બેસ્ટ ઓફર સામે આવી છે. શું તમે ગેમ્સ રમવાના શોખીન છો ? શું તમે હાર્ડકૉર ગેમર છો જે ગેમિંગ દ્વારા પૈસા કમાવવા માંગો છો ? જો આ સવાલોના જવાબ હા છે, તો તમારા માટે સારા સમાચાર છે. લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ iQOO તમારા જેવા લોકોને શોધી રહી છે. iQOO કંપનીને મોબાઇલ ફોન પર બેસ્ટ ગેમિંગ અને eSports અનુભવ આપવા મુખ્ય ગેમિંગ ઓફિસરની (Chief Gaming Officer) શોધમાં છે. કંપની શાનદાર રીતે ગેમ રમનારાઓને નોકરીની ઓફર કરી રહી છે. એવા ખેલાડીઓ જેઓ પોતાના જુસ્સાને કારકિર્દીમાં ફેરવવા માંગે છે.
કંપની કેમ કરી રહી છે ગેમિંગ ઓફિસરની શોધ ?
ગેમિંગ ઓફિસરને સામેલ કરવા પાછળનો આખો વિચાર એવો છે કે ગેમિંગ ઓફિસર એવા સ્માર્ટફોન બનાવવામાં મદદ કરશે, જે ગેમર્સ માટે વધુ બેસ્ટ સાબિત થાય. ગેમિંગ ઓફિસર કંપનીને બતાવશે કે ગેમ કેવી રીતે બનાવવામાં આવે, ગેમિંગની સ્ટાઇલ કેવી હોવી જોઇએ, અને ગેમને સમજવી તેના વિશે સમજાવશે. આ બધું જાણ્યા પછી કંપની એક પરફેક્ટ ગેમિંગ સ્માર્ટફોન બનાવશે.
આટલો મળશે પગાર -
મુખ્ય ગેમિંગ ઓફિસરને ભારતભરના પ્રતિભાશાળી ગેમર્સ સાથે કામ કરવાની એક સુવર્ણ તક મળશે. આ પ્રસંગને વધુ રોમાંચક બનાવવા માટે iQOO પ્રથમ CGOને 10,00,000 રૂપિયાનું રોકડ ઇનામ આપી રહ્યું છે. iQOO ના CEO નિપુન મારિયા માને છે કે યુવાનો, ખાસ કરીને જનરેશન Zમાં ગેમિંગ પ્રત્યે ખાસ્સો શોખ ધરાવે છે. iQOO ભારતીય ગેમર્સ માટે નવીન અને આકર્ષક ગેમિંગ અનુભવ લાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. કંપની આ પહેલને ગેમિંગ ઉદ્યોગમાં યુવા પ્રતિભાને સમર્થન અને પ્રોત્સાહિત કરવાના એક રૂમમાં જોઇ રહી છે.
કઇ રીતે કરશો એપ્લાય ?
જો તમે આ તક વિશે ઉત્સાહિત છો, તો તમે iQOOની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા "iQOO India" નામના તેમના Instagram પેજ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 મે, 2023થી શરૂ થઈ રહી છે. તમે 11 જૂન, 2023 સુધી અરજી કરી શકો છો.