(Source: ECI/ABP News/ABP Majha)
Appleની લેટેસ્ટ iOS 17નું Beta વર્ઝન તમે ફ્રીમાં કરી શકો છો ડાઉનલૉડ, કંપનીએ પહેલીવાર આપી આ સુવિધા
તમે iPhone XS અને પછીની જનરેશનના iPhones પર iOS 17 ડેવલપર બીટા વર્ઝન ડાઉનલોડ કરી શકો છો
Apple iOS 17: જો તમે તમારા એપલ આઇફોનમાં Appleની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ iOS 17 યૂઝ કરવા માંગો છો, જો તમારે યૂઝ કરવી હોય તો તમે iPhone યૂઝર્સ iOS 17 ડેવલપર બીટાને ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. ટેક્નોલૉજી જાયન્ટ Apple એ તાજેતરમાં જ પોતાની વર્લ્ડ વાઈડ ડેવલપર કૉન્ફરન્સ એટલે કે (WWDC 2023)માં iOS 17ના રિલીઝની કરી છે. સિનેટ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, એપલ પહેલીવાર આઇફોન યૂઝર્સને iOSના ડેવલપર બીટા વર્ઝનને ફ્રીમાં ડાઉનલોડ કરવાની પરમીશન આપી રહ્યું છે. સામાન્ય રીતે આ પહેલા યૂઝર્સને કોઈપણ Apple ડેવલપર બીટા સૉફ્ટવેરને ઓફિશિયલી રીતે ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ કરવા માટે 99 ડૉલર ચૂકવવા પડતા હતા.
ડાઉનલૉડ કરતાં પહેલા સમજી લો -
તમે iPhone XS અને પછીની જનરેશનના iPhones પર iOS 17 ડેવલપર બીટા વર્ઝન ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત અહીં ધ્યાનમાં રાખો કે આ એડિશન પ્રી-રિલીઝ વર્ઝન છે, જેથી તમારે સૉફ્ટવેરમાં બગ્સ અને અન્ય સમસ્યાઓનો અનુભવ કરવો પડી શકે છે. આ એડિશનમાં તમને લિમીટેડ ટૂલ્સ અને ફિચર્સ મળશે. cnet સમાચાર અનુસાર, જો તમે iOS 17 ડાઉનલૉડ કરવાનું વિચારી રહ્યાં છો, તો જો શક્ય હોય તો તેને બેકઅપ અથવા સેકન્ડરી ફોન પર કરો.
ડાઉનલૉડ કરવાની પ્રૉસેસ -
જો તમે ફક્ત મનોરંજન માટે iOS 17 ડેવલપર બીટાને ટ્રાયલ કરવા માંગો છો, તો તમારે Apple ડેવલપર પ્રોગ્રામ મેમ્બરશિપ માટે ચૂકવણી કરવાની જરૂર નથી. તમે ડેવલપર પ્રોગ્રામ માટે સાઇન અપ કરવા અને તમારા iPhone પર ડેવલપર સૉફ્ટવેર ડાઉનલૉડ કરવા માટે તમારા હાલના Apple IDનો ઉપયોગ કરી શકો છો.
1. Appleની ડેવલપર વેબસાઇટ પર જાઓ. ટૉપ-રાઇટ અને હિટ એકાઉન્ટમાં ત્રણ ડેશ મેનૂ પર ટેપ કરો.
2. પોતાના હાલના Apple ID થી સાઇન ઇન કરો.
3. Apple ડેવલપર ટર્મ્સ કન્ડીશનને વાંચો. નીચે આપવામાં આવેલા બૉક્સને ચેક કરો અને પછી સબમિટ દબાવો.
હવે તમારી પાસે એક ફ્રી Apple ડેવલપર પ્રોગ્રામ એકાઉન્ટ છે, તમે તમારા iPhone પર iOS 17 Developer Beta વર્ઝનને ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ કરવા માટે આગળના સ્ટેપ્સન માટે સ્કિપ કરી શકો છો.
એપલે લૉન્ચ કર્યુ આંખોના ઇશારે કામ કરનારું ખાસ ડિવાઇસ, યૂઝરને આ રીતે કરશે મદદ
ટેક દિગ્ગજ પોતાના નવા ઇનૉવેશન માટે જાણીતી છે, ગ્રાહકો પણ એપલની કોઇપણ પ્રૉડક્ટ્સ પર આંખો બંધ કરીને વિશ્વાસ રાખે છે. હવે Appleની વાર્ષિક ઈવેન્ટમાં આ વખતે દરેક વ્યક્તિ જેની સૌથી વધુ રાહ જોઈ રહ્યા હતા તે પ્રૉડક્ટ લૉન્ચ થઇ ચૂકી છે, આ છે મિક્સ્ડ રિયાલિટી હેડસેટ. છેવટે એપલે સોમવારે મોડી રાત્રે આ પ્રૉડક્ટ પરથી પડદો ઉઠાવી લીધો છે. કંપનીએ WWDC 2023 દરમિયાન આ પહેલા મિક્સ્ડ રિયાલિટી હેડસેટ લૉન્ચ કર્યા હતા, જેને Apple Vision Pro નામ આપવામાં આવ્યું છે.
બદલાઇ જશે તમારી દુનિયા -
આ પ્રૉડક્ટની સૌથી ખાસ વાત એ છે કે આ વર્ચ્યૂઅલ અને વાસ્તવિક દુનિયાને જોડે છે. કંપનીએ આને વર્ચ્યૂઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીથી સજ્જ કર્યું છે. આ હેડસેટને માથા પર પહેરી શકાય છે, અને તે પછી આની સ્ક્રીન આંખોની સામે આવે છે. તે માત્ર મનોરંજનથી માંડીને ગેમિંગની શૈલીમાં જ નહીં, પણ આવનારા સમયમાં પણ લોકોની કામ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે.
આંખોથી થશે કન્ટ્રૉલ -
Appleનો દાવો છે કે, આ મિક્સ્ડ રિયાલિટી હેડસેટને અવાજ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત આંખોના ઈશારાથી પણ આને કન્ટ્રૉલ કરી શકાશે. એવું કહી શકાય કે આ ડિવાઇસીસની મદદથી તમે તમારી આંખોના ઇશારાથી તમારી આસપાસની દુનિયાને અમુક હદ સુધી કન્ટ્રૉલ કરી શકશો.
કંપનીએ કર્યો આવો દાવો -
આ એલ્યૂમિનિયમ ફ્રેમ પર બનેલી છે. તેના આગળના ભાગમાં વળાંકવાળા ચશ્મા છે. આમાં ઇમેજ કેપ્ચર કરવા માટે ફિઝિકલ બટન આપવામાં આવ્યું છે. ઓડિયો પૉડ્સ બાજુ પર મૂકવામાં આવ્યા છે. વિઝન પ્રૉમાં Appleની M2 ચીપ અને R1 ચીપ લગાવવામાં આવી છે. આની ડિસ્પ્લે માઈક્રૉ-OLED છે. કંપનીનો દાવો છે કે 3D કન્ટેન્ટ જોવા માટે આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ ડિવાઇસ છે.
આટલી હશે કિંમત -
હવે વાત કરીએ Apple Vision Proની કિંમત વિશેની, કંપનીએ આની કિંમત 3,499 ડૉલર એટલે કે લગભગ 2 લાખ 88 હજાર 724 રૂપિયા નક્કી કરી છે. Appleની આ ફ્યૂચરિસ્ટિક પ્રૉડક્ટ આવતા વર્ષથી એટલે કે 2024થી માર્કેટમાં અવેલેબલ થઇ જશે. વિઝન પ્રૉને હમણાં જ હૉમ વ્યૂ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં એપલના સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ફેસિલિટીઝનું ગૃપ જોવા મળે છે. જેમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્સ, મેઇલ, મ્યૂઝિક, મેસેજ અને સફારી જેવા ફિચર્સ અવેલેબલ છે. આ નવા ડિવાઇસને કન્ટ્રૉલર અને હાર્ડવેરની જરૂર નથી. આંખોને ટ્રેક કરીને તે જાણી શકે છે કે યૂઝર કયા આઇકોનને જોઈ રહ્યો છે.