જો ભૂલી ગયા હોવ Wi-Fiનો પાસવર્ડ તો આ રીતે ફરીથી કરો હાંસલ, અપનાવો આ સિમ્પલ ટ્રિક્સ
કેટલાય યૂઝર્સ એકવાર Wi-Fiનો પાસવર્ડ સેટ કર્યા બાદ ભૂલી પણ જતાં હોય છે અને પછી અનેક પ્રકારની મુશ્કેલીઓમાં મુકાઇ જાય છે. જો તમે પણ Wi-Fiનો પાસવર્ડ ભૂલી ગયો હોય તો અહીં અમે તમને એક સિમ્પલ ટ્રિક બતાવી રહ્યાં છીએ, જેની મદદથી આસાનીથી પાસવર્ડ રિકવર કરી શકો છે, અને તે પણ વાઇફાઇને રિસેટ કર્યા વિના.......
નવી દિલ્હીઃ આજકાલ લોકો વાઇફાઇનો ઉપયોગ બહુ વધુ કરી રહ્યાં છે, કોરોના કાળમાં મોટાભાગના લોકો વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છે, ત્યારે વાઇફાઇની વધુ જરૂર પડી રહી છે. આવા સમયે મોટો પ્રૉબ્લમ Wi-Fiના પાસવર્ડના લૉસ્ટ થવાનો પણ સામે આવી રહ્યાં છે, કેટલાય યૂઝર્સ એકવાર Wi-Fiનો પાસવર્ડ સેટ કર્યા બાદ ભૂલી પણ જતાં હોય છે અને પછી અનેક પ્રકારની મુશ્કેલીઓમાં મુકાઇ જાય છે. જો તમે પણ Wi-Fiનો પાસવર્ડ ભૂલી ગયો હોય તો અહીં અમે તમને એક સિમ્પલ ટ્રિક બતાવી રહ્યાં છીએ, જેની મદદથી આસાનીથી પાસવર્ડ રિકવર કરી શકો છે, અને તે પણ વાઇફાઇને રિસેટ કર્યા વિના.......
સૌથી પહેલા તમે પાસવર્ડ શોધી શકો છો. આમ કરવા માટે તમારે વિન્ડોઝ અને મેક ડિવાઇસ પર જઇને રાઉટરના સેટિંગ પેજને ખોલવુ પડશે. પરંતુ આ બન્ને રીતે કામ કરે એ માટે તમારે એક ડિવાઇસ વાઇફાઇ નેટવર્ક સાથે કનેક્ટ હોવુ જોઇએ.
જો યૂઝરનુ ડિવાઇસ વાઇફાઇ સાથે કનેક્ટ નથી તો તે WPS પૂશ બટનનો ઉપયોગ કરી શકો છો, જે રાઉટરની પાછળ લાગેલુ હોય છે, કે પછી ઇથરનેટ કેબલની મદદથી કનેક્ટ કરીને રાઉટરના સેટિંગ્સ પેજ પર જઇ શકો છો.
* જ્યારે તમારુ Wi-Fi કોઇ વિન્ડો કે મેક ડિવાઇસ સાથે કનેક્ટ હોય......
સૌથી પહેલા વિન્ડોઝ Wi-Fi ઓપ્શન પર ક્લિક કરો.
ઓપ્શન સિલેક્ટ કરીને અને પછી નેટવર્ક અને શેરિંગ સેન્ટર ખોલો.
આગળની સ્ક્રીન પર ચેન્જ એડપ્ટન સેટિંગ્સ પર ક્લિક કરો.
Wi-Fi ઓપ્શન પર ડબલ ક્લિક કરો.
Wi-Fi સ્ટેટસ પેજ આવ્યા બાદ વાયરલેસ પ્રૉપર્ટીઝ પર ક્લિક કરો.
સિક્યૂરિટી ટેબ પર ક્લિક કરો અને શૉ પાસવર્ડ પસંદ કરો પછી પાસવર્ડ જુઓ.
* જ્યારે તમારુ વાઇફાઇ કોઇપણ ડિવાઇસ સાથે કનેક્ટ ના હોય.....
ઇથરનેટ કેબલ લો અને તેને વિન્ડોઝ ડિવાઇસ સાથે કનેક્ટ કરો.
RJ45 કેબલને વિન્ડોઝ પીસી સાથે કનેક્ટ કરો અને રાઉટર પેજને ઓખોલ, લૉગ ઇન કરો.
એકવાર લૉગ ઇન્ કર્યા બાદ રાઉટર પર વાઇફાઇ ઓપ્શન ક્લિક કરો, અને પાસવર્ડ કે સિક્યોરિટી ઓપ્શન શોધો.
પાસવર્ડ જોવા માટે શૉ પાસવર્ડ પર ક્લિક કરો.
WPS બટન જો કોઇ ડિવાઇસ સાથે કનેક્ટ છે.
WPS યૂઝરને વિના કોઇ પાસવર્ડની મદદથી વાઇફાઇ સાથે કનેક્ટ થવાનુ ઓપ્શન આપે છે. આ માટે યૂઝર્સ રાઉટરની પાછળ લાગેલા WPS બટનને ક્લિક કરવાનુ હોય છે. આ પછી યૂઝર સીધો સેટઅપ પેજ પર જઇને પાસવર્ડ સર્ચ કરી શકે છે.