શોધખોળ કરો

42 કલાકના બેટરી બેકઅપ વાળું Redmi નું ન્યૂ EarBuds લૉન્ચ, આવા હટકે છે ફિચર્સ

Redmi Buds 6: Redmi Buds 6 માં 12.4mm ટાઇટેનિયમ ડ્રાઇવર અને 5.5mm સિરામિક ડ્રાઇવર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે

Redmi Buds 6: રેડમીએ તેના નવા ઇયરબડ્સ Redmi Buds 6ને માર્કેટમાં લૉન્ચ કરી દીધા છે. આ ઇયરબડ્સમાં ગ્રાહકોને 42 કલાકનો બેટરી બેકઅપ મળે છે. આ સિવાય આ ઇયરબડ્સનો લૂક પણ એકદમ સ્ટાઇલિશ છે. આ ઇયરબડ્સ અદ્યતન ટેક્નોલોજી અને બેસ્ટ ફેસિલિટીઝ સાથે આવે છે, જેમાં 12.4mm ટાઇટેનિયમ ડ્રાઇવર્સ અને 5.5mm માઇક્રો પીઝૉઇલેક્ટ્રિક સિરામિક ડ્રાઇવર્સનો સમાવેશ થાય છે.

Redmi Buds 6 Specifications 
તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે Redmi Buds 6 માં 12.4mm ટાઇટેનિયમ ડ્રાઇવર અને 5.5mm સિરામિક ડ્રાઇવર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઉત્તમ અવાજની ગુણવત્તા આપે છે. આ ઇયરબડ્સ 49dB સુધીના અવાજને રદ કરવાની સુવિધા પૂરી પાડે છે, જે બાહ્ય અવાજને ઘટાડે છે. દરેક ઇયરબડ 10 કલાક (ANC વગર)નો બેકઅપ આપે છે અને ચાર્જિંગ કેસ સાથે કુલ બેટરી લાઇફ 42 કલાક સુધી જાય છે. આ ઇયરબડ્સ માત્ર 10 મિનિટ માટે ચાર્જ કરીને 4 કલાક સુધી ટકી શકે છે.

ડિઝાઇન અને વજન 
આ ઇયરબડ્સના ચાર્જિંગ કેસનું વજન 43.2 ગ્રામ છે અને તેનું કદ 61.01×51.71×24.80mm છે. ઇયરબડ્સનું વજન માત્ર 5 ગ્રામ છે. Redmi Buds 6 એ પોસાય તેવી કિંમત અને પ્રીમિયમ ફિચર્સ સાથે લૉન્ચ કરવામાં આવ્યું છે. શાનદાર બેટરી લાઇફ, ANC સપૉર્ટ અને ડ્યૂઅલ ડ્રાઇવર સિસ્ટમ તેને બેસ્ટ ઓપ્શન બનાવે છે.

કેટલી છે કિંમત 
કિંમતોની વાત કરીએ તો ભારતમાં Redmi Buds 6 ની કિંમત 2,999 રૂપિયા રાખવામાં આવી છે. આને Xiaomiની સત્તાવાર વેબસાઇટ અને Amazon પરથી ખરીદી શકાય છે. કંપનીએ તેને ટાઇટન વ્હાઇટ, આઇવી ગ્રીન અને સ્પેક્ટર બ્લેક જેવા ત્રણ રંગોમાં લૉન્ચ કર્યું છે. ખાસ ઓફર હેઠળ, આ ઇયરબડ્સ 13 ડિસેમ્બરથી 19 ડિસેમ્બરની વચ્ચે માત્ર 2,799 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

OnePlus Nord Buds 3 Pro ને આપે છે જોરદાર ટક્કર 
Redmi ના આ નવા Earbuds OnePlus Nord Buds 3 Pro સાથે સ્પર્ધા કરે છે. આ ઇયરબડ્સમાં 44 કલાકનો બેટરી બેકઅપ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ ઇયરબડ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. એટલું જ નહીં આ ઉપકરણને પાણી અને ધૂળથી નુકસાન થતું નથી કારણ કે તેમાં IP 54 રેટિંગ છે. ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર આ ડિવાઈસની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો

Jio vs Airtel vs Vi vs BSNL: આખા વર્ષના રિચાર્જ માટે કોનો કયો પ્લાન છે બેસ્ટ ? જાણી લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો

IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત

New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા

હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી

Embed widget