Jio યૂઝર્સની બલ્લે-બલ્લે, હવે આ પ્લાન સાથે ફ્રીમાં મળે છે Netflix નું સબ્સક્રિપ્શન
Reliance Jio Recharge Plans: આ પ્લાન સાથે તમને Netflixનું બેઝિક સબસ્ક્રિપ્શન 84 દિવસ માટે ફ્રીમાં મળે છે
Reliance Jio Recharge Plans: ખાનગી ટેલિકૉમ કંપની રિલાયન્સ જિઓના ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે, પરંતુ આજે અમે તમને કંપનીના એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં યૂઝર્સને Netflixનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
1799 વાળો પ્રીપેડ પ્લાન
આ પ્લાન સાથે તમને Netflixનું બેઝિક સબસ્ક્રિપ્શન 84 દિવસ માટે ફ્રીમાં મળે છે. Netflix બેઝિક સબસ્ક્રિપ્શનનો ખર્ચ દર મહિને ₹199 છે, પરંતુ આ ઓફર આ પ્લાનમાં સામેલ છે.
પ્લાનના ફાયદા:-
84 દિવસની વેલિડિટી
ડેઇલી 3GB ડેટા
અનલિમીટેડ 5G ઍક્સેસ
અનલિમિટેડ વૉઇસ કૉલિંગ
ડેઇલી 100 SMS
Jio સિનેમા, Jio TV અને Jio Cloudની ઍક્સેસ
1299 વાળો પ્રીપેડ પ્લાન -
આ પ્લાન ઓછા બજેટવાળા લોકો માટે છે. આમાં, Netflixનું મોબાઇલ સબસ્ક્રિપ્શન મફતમાં ઉપલબ્ધ છે, જેનો ખર્ચ દર મહિને ₹149 છે.
પ્લાનની ખાસિયતો -
84 દિવસની વેલિડિટી
ડેઇલી 2GB ડેટા
અનલિમિટેડ વૉઇસ કૉલિંગ
ડેઇલી 100 SMS
નેટફ્લિક્સ મોબાઇલ સબ્સ્ક્રિપ્શન
749 રૂપિયા વાળો પૉસ્ટપેડ પ્લાન
₹749 નો આ પ્લાન પૉસ્ટપેડ યૂઝર્સ માટે ખૂબ જ આકર્ષક છે. આમાં તમને Netflix Basic અને Amazon Prime બંનેનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે.
પ્લાનના ફાયદા
દર મહિને 100GB ડેટા
પરિવાર માટે 3 વધારાના સિમ
અનલિમિટેડ વૉઇસ કૉલિંગ
નેટફ્લિક્સ બેઝિક અને એમેઝોન પ્રાઇમની ઍક્સેસ
Jioના પ્લાન શા માટે ખાસ છે ?
આ પ્લાન્સમાં માત્ર ડેટા અને કૉલિંગ જ નહીં, પણ મનોરંજન માટે નેટફ્લિક્સ અને એમેઝૉન પ્રાઇમ જેવી સર્વિસ પણ મફતમાં ઉપલબ્ધ છે. આ સાથે જિઓ સિનેમા અને જિઓ ટીવીની ઍક્સેસ પણ ઉપલબ્ધ છે, જે આ પેકેજને વધુ આકર્ષક બનાવે છે. આવી સ્થિતિમાં Jioના આ પ્લાન્સમાં યૂઝર્સને Netflixનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. તેનાથી લોકો મનોરંજનનો ભરપૂર લાભ લઈ શકશે. વળી, એરટેલ અને Viના ઘણા પ્લાનમાં યૂઝર્સને નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.
આ પણ વાંચો
iPhone યૂઝર્સ માટે આવ્યું ChatGPT નું આ ખાસ ફિચર, Google નું વધ્યુ ટેન્શન