શોધખોળ કરો
Advertisement
Samsung Galaxy M02 આજે ભારતમાં થશે લોન્ચ, 6000 રૂપિયા હોઈ શેક છે કિંમત
Samsung Galaxy M02માં 6.5 ઇંચની એચડી+ ઇનફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી શેક છે.
ટેક કંપની Samsung આજે ભારતમાં પોતોના નવો સ્માર્ટફોન Samsung Galaxy M02 લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોન બપોરે એક કલાકે લોન્ચ કરવામાં આવશે. તમે આ ફોન એમેઝોનની વેબસાઈટ પર જઈને ખરીદી શકો છો. એમેઝોન લાઈન પેજ અનુસાર આ ફોન 6000 રૂપિયા સુધીની કિંમતમાં બજારમાં એન્ટ્રી કરી શકે છે. આવો જાણીએ આ ફોનના સ્પેસિફિકેશન્સ વિશે.
આ હશે સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy M02માં 6.5 ઇંચની એચડી+ ઇનફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી શેક છે, જે વોટરડ્રોપ નોચ ડિઝાઈનની સાથે આવશે. ફોન એન્ડ્રોઈડ 10 બેસ્ડ One UI પર કામ કરશે. આ પોન સ્નેપડ્રેગન 450 પ્રોસેસરથી સજ્જ હશે. તેમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે.
13 મેગાપિક્સલનો હશે કેમેરા
ફોટોગ્રાફીની વાત કરીએ તો Samsung Galaxy M02માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. તેમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા હશે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 5 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવી શેક છે. પાવર માટે તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી શકે છે.
મળશે આ ફીચર્સ
કનેક્ટિવિટી માટે Samsung Galaxy M02માં ડ્યૂઅલ સિમ સપોર્ટ, 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને યૂએસબી ટાઇપ સી જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. આ ફોન તમારા બજેટમાં હશે. જો તમે એક સસ્તો ફોન શોધી રહ્યો છો તો તમારા માટે એ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion