WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
SBI Fraud Message Alert:જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) યુઝર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
SBI Fraud Message Alert: જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) યુઝર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં આ દિવસોમાં છેતરપિંડીના મામલા ઝડપથી વધી રહ્યા છે. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે વિવિધ રીતો અપનાવી રહ્યા છે. આ દિવસોમાં બેન્કના નામે લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં એક લિંક આપવામાં આવી છે. યુઝર્સને લિંક પર ક્લિક કરવા માટે આકર્ષક ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. કંઈક આવું જ SBI યુઝર્સ સાથે પણ થઈ રહ્યું છે. પરંતુ આ મામલે SBIએ તેના યુઝર્સને ચેતવણી આપી છે.
— State Bank of India (@TheOfficialSBI) November 4, 2024
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો SBIના નામે નકલી મેસેજ મોકલી રહ્યા છે. આ મેસેજ Whatsapp અને SMS દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે તમારા SBI રિવોર્ડ પોઈન્ટ્સ જલ્દી જ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં શક્ય તેટલી વહેલી તકે તેમને રિડીમ કરો. મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે. SBIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી છે. આમાં SBIએ સ્પષ્ટતા કરી છે કે બેન્ક ક્યારેય આવા મેસેજ મોકલતી નથી. તેથી, ગ્રાહકોએ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
SBI રિવોર્ડ પોઈન્ટ્સ શું છે
નોંધનીય છે કે SBI દરેક ટ્રાન્જેક્શન પર તેના ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ મોકલે છે. દરેક પોઇન્ટની કિંમત 25 પૈસા છે. તમે કોઈપણ ઉત્પાદન અથવા સેવાઓ ખરીદવા માટે આ રિવોર્ડ પોઇન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. આમાં કપડાં, મૂવી ટિકિટ, મોબાઇલ અથવા ડીટીએચ રિચાર્જ વગેરેનો સમાવેશ થાય છે.
UPI Closed: નવેમ્બરમાં UPI સેવાઓ આ બે તારીખે બંધ રહેશે, જાણો બેંકનો સમય અને કારણ