(Source: ECI/ABP News/ABP Majha)
Samsung-OnePlus ને ટક્કર આપવા આવી રહી છે Oppo Find X8 Series, આજે થશે લૉન્ચ, જાણો કિંમત ?
Oppo Find X8 Series Price: Oppoની જેમ OnePlus પણ OnePlus 13 સીરીઝ ટૂંક સમયમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે
Oppo Find X8 Series Price: ઓપ્પો આજે (21 નવેમ્બર) પોતાનો નવો AI ફોન Find X8 સીરીઝ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. લાંબા સમય પછી, Oppoની પ્રીમિયમ Find X સીરીઝ ભારતીય બજારમાં પુનરાગમન કરી રહી છે. આ પહેલા ભારતીય યૂઝર્સે માત્ર Oppoના Find X6 Pro અને Find X7 Ultra જેવા બ્રાન્ડ શૉકેસ મૉડલ જ જોયા છે. Oppoના નવા ફોનની કિંમત તેના લૉન્ચ પહેલા લીક થઈ ગઈ છે.
લીક અનુસાર, 16GB રેમ અને 512GB સ્ટૉરેજ સાથે Oppo Find X8 Proની કિંમત યૂરોપમાં EUR 1,199 હશે. વળી, ભારતીય ચલણમાં આ ફોનની કિંમત લગભગ 1 લાખ 7 હજાર 150 રૂપિયા છે. પરંતુ ભારતમાં તેને ઘણી ઓછી કિંમતે લૉન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. Oppo Find X8 સીરીઝની કિંમત ચીનમાં વેચાઈ રહેલી કિંમત કરતાં થોડી વધારે હોઈ શકે છે. આ કિંમત 16GB મૉડલ માટે છે. પરંતુ કંપની 12GB વેરિઅન્ટની પણ જાહેરાત કરી શકે છે.
ચીનમાં કેટલી હશે Oppo Find X8 સીરીઝની કિંમત
ચીનમાં Oppo Find X8 ની કિંમત CNY 4,199 એટલે કે આશરે રૂ 48,900 હશે, જ્યારે Oppo Find ની કિંમત આ મુજબ ભારતમાં Oppo Find X8 Proની કિંમત 70,000 રૂપિયાથી ઓછી હશે. iQOO 13 અને Realme GT 7 Pro સાથે સ્પર્ધા કરવા માટે Oppoના Find X8 મોડલની કિંમત 60,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.
શું OnePlus 13 ને મળશે ટક્કર ?
Oppoની જેમ OnePlus પણ OnePlus 13 સીરીઝ ટૂંક સમયમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વનપ્લસનો નવો ફોન પણ આ રેન્જમાં મળી શકે છે. વળી, કેટલીક તકનીકી સમસ્યાઓ પણ ઓપ્પોના આ નવા સ્માર્ટફોનની આઇફોન સાથે તુલના કરી રહી છે. આવી સ્થિતિમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે યૂઝર્સ Oppoનો આ નવો ફોન પસંદ આવે છે કે નહીં.
આ પણ વાંચો
Redmi એ લૉન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, સેમસંગથી લઇ રિયલમી, ઓપ્પો, વીવોનું વધ્યુ ટેન્શન