Redmi એ લૉન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, સેમસંગથી લઇ રિયલમી, ઓપ્પો, વીવોનું વધ્યુ ટેન્શન
Redmi A4 5G Smartphone: Redmi A4 5G બે સ્ટૉરેજ વેરિઅન્ટ્સમાં ઓફર કરવામાં આવે છે - 4GB RAM + 64GB અને 4GB RAM + 128GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે
Redmi A4 5G Smartphone: રેડમીએ ભારતમાં પોતાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. રેડમીનો આ ફોન સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવ્યો છે અને ખાસ કરીને ભારતીય યૂઝર્સને ધ્યાનમાં રાખીને તેને લૉન્ચ કરવામાં આવ્યો છે. Xiaomiની સબ-બ્રાન્ડે તેનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લૉન્ચ કરીને Samsung, Vivo, Oppo, Realme જેવી બ્રાન્ડ્સનું ટેન્શન વધાર્યું છે.
ખાસ વાત છે કે આ લૉન્ચિંગ બાદ હવે Redmi તેની નવી Note 14 સીરીઝની પણ તૈયારી કરી રહી છે. આ મિડ-બજેટ સ્માર્ટફોન સીરિઝ ભારતીય માર્કેટમાં આવતા મહિને ડિસેમ્બરમાં લૉન્ચ થશે. આ સીરિઝ ઘરેલૂ બજારમાં પહેલાથી જ લૉન્ચ થઈ ચૂકી છે. ગયા મહિને આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં આ ફોન રજૂ કરવામાં આવ્યો હતો.
Redmi A4 5G ની કિંમત
Redmi A4 5G બે સ્ટૉરેજ વેરિઅન્ટ્સમાં ઓફર કરવામાં આવે છે - 4GB RAM + 64GB અને 4GB RAM + 128GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે. વળી, તેનું ટોપ વેરિઅન્ટ 9,499 રૂપિયામાં આવે છે. ફોનનું પ્રથમ વેચાણ 27 નવેમ્બરે Mi.com અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર થશે. રેડમીનો આ સસ્તો 5G સ્માર્ટફોન બે રંગ વિકલ્પોમાં આવે છે - સ્પાર્કલ પર્પલ અને સ્ટેરી બ્લેક.
Redmi A4 5G ના ફિચર્સ
Redmiનો આ સસ્તો 5G સ્માર્ટફોન 6.88 ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. ફોનનું ડિસ્પ્લે 120Hz હાઈ રિફ્રેશ રેટ ફિચરને સપોર્ટ કરે છે. ફોનમાં વૉટરડ્રૉપ નૉચ ડિઝાઇન આપવામાં આવી છે. ફોનના ડિસ્પ્લેનું રિઝૉલ્યૂશન 1640 x 720 પિક્સલ છે. આ ફોનના ડિસ્પ્લેની પીક બ્રાઈટનેસ 600 nits સુધી છે.
Redmi A4 5G એ ભારતમાં Qualcomm Snapdragon 4s Gen 2 પ્રૉસેસર સાથે લૉન્ચ થયેલો પહેલો સ્માર્ટફોન છે. આ ફોન 4GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજને સપૉર્ટ કરશે, જેને માઇક્રૉએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. ફોન IP52 રેટેડ છે અને તેની રેમ પણ 4GB સુધી વધારી શકાય છે.
Redmi A4 5Gમાં 5,160mAhની પાવરફૂલ બેટરી છે, જે 18W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફિચરને સપૉર્ટ કરે છે. કંપની તેની સાથે 33W ચાર્જર ઓફર કરી રહી છે. આ ફોન Android 14 પર આધારિત HyperOS પર કામ કરે છે. ફોનના પાછળના ભાગમાં સિંગલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેની પાછળ 50MP કેમેરા અને 5MP સેલ્ફી કેમેરા છે. સુરક્ષા માટે તેમાં સાઇડ માઉન્ટેડ ફિઝિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર હશે.
આ પણ વાંચો
Elon Musk એ X ને બનાવી દીધી 'સુપર એપ', આવી ગયું LinkedIn વાળુ ખાસ ફિચર