શોધખોળ કરો

Smartphone: ફોનને દર અઠવાડિયે રીસ્ટાર્ટ કરવો જરૂરી કેમ છે ? અમેરિકન એજન્સીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Smartphone Restart: આજકાલ સ્માર્ટફોન સૌથી જરૂરી વસ્તુ બની ગઈ છે. આવી સ્થિતિમાં આપણે તેનો જેટલો વધુ ઉપયોગ કરીએ છીએ, તેટલી જ પર્સનલ અને ફાઇનાન્શિયલ ડિટેલ્સ લૉસ થવાનું પણ જોખમ વધે છે

Smartphone Restart: આજકાલ સ્માર્ટફોન સૌથી જરૂરી વસ્તુ બની ગઈ છે. આવી સ્થિતિમાં આપણે તેનો જેટલો વધુ ઉપયોગ કરીએ છીએ, તેટલી જ પર્સનલ અને ફાઇનાન્શિયલ ડિટેલ્સ લૉસ થવાનું પણ જોખમ વધે છે. યુએસ નેશનલ સિક્યૂરિટી એજન્સી (NSA)ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આપણે આપણા ફોન અને તેમાં રહેલા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ. NSA રિપોર્ટ હેકર્સથી બચવા માટે કેટલાક સૂચનો આપે છે. અહીં જાણો શું છે ડિટેલ્સ.... 

ફોનને કરવો જોઇએ રિસ્ટાર્ટ 
યુએસ નેશનલ સિક્યૂરિટી એજન્સી (NSA)ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડ અને આઇફોન યૂઝર્સે તેમના સ્માર્ટફોનને થોડા દિવસોમાં એક વખત રિસ્ટાર્ટ કરવો પડશે. ફૉર્બ્સના અહેવાલ મુજબ, તાજેતરમાં જ સામે આવેલા આ ઘણા વર્ષો જૂના NSA ડૉક્યૂમેન્ટ્સમાં સ્માર્ટફોનની સુરક્ષાને મુદ્દો બનાવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે માલવેર એટેકથી બચવા માટે તમારે સમયાંતરે સ્માર્ટફોનને રિસ્ટાર્ટ કરવો જોઈએ. આ ફોનને માલવેરના ખતરાથી સુરક્ષિત રાખવામાં ઘણી મદદ કરશે.

આ ડૉક્યૂમેન્ટ્સમાં ઉલ્લેખિત ફોન 2010 ના દાયકાની શરૂઆતના છે અને તેમાં હોમ બટનો અને કેટલાક સેમસંગ ગેલેક્સી ઉપકરણો સાથેના iPhonesનો સમાવેશ થાય છે. NSAની આ સલાહ હજુ પણ લાગુ છે. તે ફૂલપ્રૂફ ના હોઈ શકે, પરંતુ NSA મુજબ, તમારા ઉપકરણને રિસ્ટાર્ટ કરવાથી કેટલાક જોમમોને અવરોધિત કરવામાં મદદ મળી શકે છે. ફોનને સુરક્ષિત રાખવા અંગે ડૉક્યૂમેન્ટમાં અન્ય ઘણી ટિપ્સ આપવામાં આવી છે.

ફોનને સુરક્ષિત રાખવા માટે NSA ની કેટલીક જરૂરી સલાહ

સૉફ્ટવેર અપડેટ રાખો: - 
તમારા ફોનની ઑપરેટિંગ સિસ્ટમ અને બધી ઍપ અપડેટ રાખો. તમારા ફોનને નવા જોખમોથી સુરક્ષિત કરવામાં સહાય માટે સૉફ્ટવેર અપડેટ્સમાં ઘણીવાર સુરક્ષા પેચનો સમાવેશ થાય છે.

સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સથી સાવચેત રહો: - 
​​જાહેર Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરતી વખતે કોઈપણ પર્સનલ ડેટા શેર કરવાનું ટાળો. જો તમારે સાર્વજનિક Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરવો જ જોઈએ, તો VPN નો ઉપયોગ કરો.

બ્લૂટૂથ બંધ રાખો: - 
જ્યારે તમે બ્લૂટૂથનો ઉપયોગ ના કરતા હો ત્યારે તેને બંધ રાખો જેથી કરીને તમારા ફોન સાથે અન્ય કોઈ અને અજાણ્યું ઉપકરણ કનેક્ટ ન થઈ શકે.

એપ્લિકેશન્સ ઇન્સ્ટૉલ કરવામાં સાવચેત રહો: - 
​​ફક્ત Google Play Store અથવા Apple App Store જેવા સત્તાવાર એપ્લિકેશન સ્ટૉરમાંથી એપ્લિકેશનો ડાઉનલૉડ કરો. અનનૉન સૉર્સમાંથી એપ્સ ઇન્સ્ટોલ કરવાનું ટાળો, કારણ કે તે માલવેરથી સંક્રમિત થઈ શકે છે.

મજબૂત પાસવર્ડ અને PIN નો ઉપયોગ કરો: - 
તમારા ફોન માટે મજબૂત પાસવર્ડ અને PIN સેટ કરો. તમારા પાસવર્ડ નિયમિતપણે બદલતા રહો અને ફેસ લોક અથવા ફિંગરપ્રિન્ટ જેવી સુવિધાઓનો પણ ઉપયોગ કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
Sidhu Moose Wala Brother: સિદ્ધુ મૂસેવાલાની કાર્બન કોપી છે નાનો ભાઈ, સામે આવી પહેલી તસવીર, ફેન્સે કહ્યું- 'કિંગ ઈઝ બેક'
Sidhu Moose Wala Brother: સિદ્ધુ મૂસેવાલાની કાર્બન કોપી છે નાનો ભાઈ, સામે આવી પહેલી તસવીર, ફેન્સે કહ્યું- 'કિંગ ઈઝ બેક'
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
Embed widget