અહો, આશ્ચર્યમ્.... ભારતીય કંપનીએ 1206 સ્માર્ટફોન એકબીજા પર ગોઠવીને બનાવ્યો એનિમેટેડ તિરંગો, બન્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ
કંપનીએ 1206 એન્ડ્રોઇડ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને નોઇડાના એક મૉલમાં સૌથી મોટો એનિમેટેડ રાષ્ટ્રીય ધ્વજ (તિરંગો) બનાવ્યો છે
Lava creates Guinness World Record: આગામી 15મી ઓગસ્ટે ભારતીયો રાષ્ટ્રીય તહેવારની ઉજવાણી કરશે, પરંતું આ પહેલા જ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ દેખાવવા લાગ્યો છે. 15મી ઓગસ્ટને લઈને દેશમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત આ વર્ષે 77મો સ્વતંત્રતા દિવસ મનાવશે. સ્વતંત્રતા દિવસ પહેલા ભારતીય મોબાઈલ નિર્માતા કંપની લાવાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
ખરેખરમાં, કંપનીએ 1206 એન્ડ્રોઇડ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને નોઇડાના એક મૉલમાં સૌથી મોટો એનિમેટેડ રાષ્ટ્રીય ધ્વજ (તિરંગો) બનાવ્યો છે. આ સિદ્ધિ માટે કંપનીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. કંપનીએ ફ્લેગ બનાવવા માટે Lava Blaze 2 સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર ઘટના દરમિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડના એક અધિકારી ત્યાં હાજર હતા. અધિકારીએ પ્રમાણિત કર્યું કે સ્માર્ટફોનનું મૉઝેક ખરેખર એક નવો વિશ્વ રેકોર્ડ છે.
આ ઘટના બાદ -
આ પ્રસંગે બોલતા, લાવા ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ સુનિલ રૈનાએ જણાવ્યું હતું કે, “ભારતને ભારતીય ધ્વજના આકારમાં સૌથી મોટો એનિમેટેડ મોબાઈલ ફોન મૉઝેક બનાવવાનો રેકોર્ડ તોડતો જોઈને અમને ખૂબ ગર્વ છે. તે દેશના 77મા સ્વતંત્રતા દિવસની શ્રદ્ધાંજલિ છે અને અગ્નિ 2 ની સફળતાની ઉજવણી છે જેને ભારતીય ટેકનિકલ ઉત્પાદનો સફળ ન થઈ શકે તેવી ધારણાને ખોટી પાડી. તેમને કહ્યું કે કંપની આ રેકોર્ડ બનાવતા ગર્વ અનુભવી રહી છે.
Lava creates Guinness World Record for making the largest animated mobile phone mosaic (1206 smartphones) at the DLF Mall, Noida.#Lava #India ❤️ pic.twitter.com/U3KVZu0uhF
— Mukul Sharma (@stufflistings) August 12, 2023
બીજા ક્વાર્ટરમાં મોટી કંપનીની વૃદ્ધિ 53% સુધી
મોબાઈલ ફોન બનાવતી કંપની લાવાની નોઈડામાં મોટી ફેક્ટરી છે. 31 ઓગસ્ટ 2021 સુધી આ ફેક્ટરીમાં દર વર્ષે 42.52 મિલિયન ફિચર ફોન બનાવવામાં આવ્યા હતા. તાજેતરમાં કંપનીએ Lava Agni 2, Lava Blaze 5G અને Lava Yuva 2 Pro સહિત સ્માર્ટફોનની વિશાળ સીરીઝ લૉન્ચ કરી છે. કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચ અનુસાર, 2023 ના બીજા ક્વાર્ટર દરમિયાન લાવાએ વાર્ષિક ધોરણે 53% વૃદ્ધિ નોંધાવી છે.
We did it 💪💪💪#Lava is now the GUINNESS World record holder for creating the largest digital mosaic, the Indian tricolour 🇮🇳, using our Smartphones.
— Sunil Raina (@reachraina) August 11, 2023
It is a proud moment for all us Indians.#JaiHind #ProudlyIndian pic.twitter.com/AKWFFUqxR1
--