Realme C51 ભારતમાં બહુ જલદી થશે લૉન્ચ, સ્પેક્સ અને કિંમત પહેલાથી જાણી લો....
Appleના iPhone 14 Pro જેવી ડિઝાઇન આ ફોનમાં ઉપલબ્ધ છે. જોકે, તે પૉલીકાર્બોનેટ બિલ્ડ છે જેમાં પાછળના ભાગમાં ડ્યૂઅલ ટેક્સચર છે
Realme C51: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમી ફરી એકવાર ધમાલ મચાવવા આવી રહી છે. રિયલમીએ આ વર્ષની શરૂઆતમાં તાઈવાન અને ઈન્ડોનેશિયામાં એક ખાસ સ્પેક્સ વાળો બજેટ સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો, જે Realme C51 હતો. હવે કંપની આ ફોનને ભારતમાં પણ લૉન્ચ કરવાની છે. આ વાતની પુષ્ટિ કંપનીએ પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ દ્વારા કરી છે. રિયલ મીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફોનની એક તસવીર શેર કરી છે, જેમાં 'ચેમ્પિયન ઈઝ કમિંગ' લખેલું છે અને ફોનમાં એક મિની કેપ્સ્યૂલ પણ દેખાઈ રહી છે. સંભવતઃ આ ફોન Realme C51 હોઈ શકે છે. હાલમાં સ્માર્ટફોનની લૉન્ચિંગ તારીખ અને સ્પેક્સ જાહેર કરવામાં આવ્યા નથી. જોકે આ ફોનને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, આ કારણે અમે તમને તેના કેટલાક સ્પેક્સ જણાવી રહ્યા છીએ.
Realme C51ની સ્પેશિફિકેશન્સ -
Appleના iPhone 14 Pro જેવી ડિઝાઇન આ ફોનમાં ઉપલબ્ધ છે. જોકે, તે પૉલીકાર્બોનેટ બિલ્ડ છે જેમાં પાછળના ભાગમાં ડ્યૂઅલ ટેક્સચર છે. સ્માર્ટફોનમાં HD + રિઝૉલ્યૂશન સાથે 6.7-ઇંચની મોટી વૉટર-ડ્રૉપ નૉચ ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 50MP પ્રાઈમરી કેમેરા અને 0.3MP ડેપ્થ સેન્સર છે. ફ્રન્ટમાં 5MP કેમેરા ઉપલબ્ધ છે.
Unisoc Tiger T612 octa-core SoC, 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી આ ફોનમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ સ્માર્ટફોનને 4/64GB અને 4/128GB વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે.
આટલી હોઇ શકે છે કિંમત -
તાઈવાનના માર્કેટમાં આ સ્માર્ટફોન બે રંગોમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો જેમાં મિન્ટ ગ્રીન અને કાર્બન બ્લેકનો સમાવેશ થાય છે. અહીં ફોનની કિંમત 10,400 રૂપિયાની આસપાસ છે. તે ભારતમાં પણ સમાન કિંમતના બ્રેકેટમાં લૉન્ચ થઈ શકે છે. તમને ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ Realmeએ ભારતમાં Realme C55 સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. તેની કિંમત 10,999 રૂપિયા છે.
28 ઓગસ્ટે Jio ની AGM મીટિંગ
રિલાયન્સ જિઓની એજીએમ બેઠક 28 ઓગસ્ટે યોજાવાની છે. આ મીટિંગમાં કંપની Jio ફોન અને Air Fibreની કિંમત જાહેર કરી શકે છે. આ ઉપરાંત કંપની આ મીટિંગમાં પ્રીપેડ 5G પ્લાન પણ લૉન્ચ કરી શકે છે. Jio દેશના 7500 થી વધુ શહેરોમાં તેનું 5G નેટવર્ક પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ દિવસે નવા 5G પ્લાન લૉન્ચ કરી શકે છે.