શોધખોળ કરો

Electronic Soil: હવે માટી પણ ઇલેક્ટ્રિક થઇ, 15 દિવસમાં પાક થશે બમણો, આટલી વધી જશે ઉપજ

માટી વિના ખેતી કરવાની આ ટેકનિકને હાઇડ્રૉપોનિક્સ કહેવામાં આવે છે. આ ટેક્નોલોજી લાંબા સમયથી આપણી વચ્ચે છે અને ઘણા લોકો તેની સાથે ખેતી પણ કરી રહ્યા છે

Electronic Soil: સ્વીડનની Linköping યૂનિવર્સિટીએ સમયની સાથે ટેકનોલોજી કેવી રીતે આગળ વધી રહી છે તેનું ઉદાહરણ રજૂ કર્યું છે. ખરેખર, લિંકપિંગ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રૉનિક માટીની શોધ કરી છે. તેનો અર્થ એ કે તમારે પાક ઉગાડવા માટે માટીની જરૂર નથી. તમારો પાક માટી વગર તૈયાર થશે અને ઉપજ પણ સામાન્ય કરતાં 50% વધુ હશે. આ વાંચીને તમને નવાઈ લાગશે પણ આ સત્ય છે. હવે સમજો કે આ ટેક્નોલોજી શું છે અને કોના પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ ઇલેક્ટ્રૉનિક સૉઇલ શું છે ?
માટી વિના ખેતી કરવાની આ ટેકનિકને હાઇડ્રૉપોનિક્સ કહેવામાં આવે છે. આ ટેક્નોલોજી લાંબા સમયથી આપણી વચ્ચે છે અને ઘણા લોકો તેની સાથે ખેતી પણ કરી રહ્યા છે. આમાં ખનીજ, પાણી અને રેતીનો ઉપયોગ પાક ઉગાડવા માટે થાય છે. હાઇડ્રોપોનિક્સમાં, ખનિજ પોષક દ્રાવણની મદદથી પાક ઉગાડવામાં આવે છે અને આ ટેકનિકથી પાક ગમે ત્યાં ઉગાડી શકાય છે. ગ્લોબલ વૉર્મિંગના વધતા જતા પ્રકોપને કારણે આ ટેક્નોલોજીની શોધ થઈ અને આજે ઘણા લોકો આ ટેક્નોલોજીની મદદથી ખેતી કરી રહ્યા છે. આ ટેકનિકમાં ખનિજ પોષક દ્રાવણ એ છોડ માટે બધું જ છે અને કારણ કે તે પ્રકાશ દ્વારા સક્રિય થાય છે, તેને ઇલેક્ટ્રિક માટી નામ આપવામાં આવ્યું છે.

લિંકપિંગ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ ખેતીની ટેકનિકમાં નવા પ્રકારના સબસ્ટ્રેટ (સપાટી કે જેના પર છોડ ઉગે છે)નો ઉપયોગ કર્યો છે, જેમાં આ સબસ્ટ્રેટને પ્રકાશની મદદથી ઉત્તેજીત કરવામાં આવે છે. એટલે કે પ્રકાશની મદદથી પાકની સપાટીને વધુ પોષણ પૂરું પાડવામાં આવે છે અને પાકના મૂળ ઝડપથી સક્રિય થાય છે, જેના કારણે પાકની વૃદ્ધિ ઝડપથી થાય છે. આ પ્રકારની ખેતીમાં તમે પાકના પોષણને નિયંત્રિત કરી શકો છો.

15 દિવસોમાં 50 ટકા સુધી ઉગી ગયો પાક 
પ્રૉસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સના જર્નલમાં પ્રકાશિત થયેલ સંશોધન દર્શાવે છે કે ઇલેક્ટ્રીક માટીમાં ઉગાડવામાં આવતા જવના છોડ 15 દિવસમાં 50 ટકા વધુ વૃદ્ધિ પામ્યા હતા જ્યારે તેમના મૂળને ઇલેક્ટ્રિકલી ઉત્તેજિત કરવામાં આવ્યા હતા. એટલે કે જ્યારે જવના છોડના મૂળને વિદ્યુત રીતે સક્રિય કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની વૃદ્ધિ સામાન્ય કરતાં 15 દિવસમાં 50% વધી હતી.

સ્વીડનની લિંકોપિંગ યૂનિવર્સિટીના એસોસિયેટ પ્રૉફેસર એલેની સ્ટેવરિનિડોએ જણાવ્યું હતું કે વિશ્વની વસ્તી સતત વધી રહી છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ગંભીર છે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં આપણે પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ દ્વારા જ લોકોની ખાદ્ય જરૂરિયાતો પૂરી કરી શકીશું નહીં. તેથી, આપણે ટેક્નોલોજીની મદદ લેવી પડશે અને આ બધું હાઇડ્રોપોનિક્સની મદદથી કરી શકાય છે.

ઓછી જગ્યામાં ઉગી જાય છે વધુ પાક 
ટેક્નોલોજીની મદદથી તમે ઊભી રીતે ખેતી કરી શકો છો. ઉદાહરણ તરીકે, આ હાઇડ્રોપોનિક્સ સેટઅપને ટાવરના રૂપમાં ઇન્સ્ટોલ કરી શકાય છે અને એક જગ્યાએ ઘણા પાક ઉગાડી શકાય છે. હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગમાં, નિયંત્રિત વાતાવરણ બનાવવામાં આવે છે અને દરેક વસ્તુને નિયંત્રિત કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget