(Source: Poll of Polls)
Google નું Android 15 નું પાવરફૂલ અપડેટ સૌથી પહેલા આ ફોન્સમાં મળશે, જુઓ લિસ્ટ
Android 15: Google એ એક બ્લૉગ પૉસ્ટમાં બતાવ્યુ છે કે,Android 15 અપડેટની સાથે Pixel સ્માર્ટફોન પર કેટલાક નવા ફિચર્સ આવી રહ્યા છે
Android 15: જો તમે Android 15ની રાહ જોઇ રહ્યાં છે, તો તમારા માટે એક સારા સમાચાર આવી ગયા છે. Google એ Pixel ડિવાઇસ માટે Android 15 ને રૉલઆઉટ કરવાનું શરૂ કરી દીધુ છે. નવી ઓપરેટિંગ સિસ્ટમ (OS) ને 3 સપ્ટેમ્બરે ગ્લૉબલી પણ શેર કરવામાં આવી હતી. Google એ Pixel ડિવાઇસો પર આ અપડેટના ફિચર્સને પણ શેર કરવામાં આવ્યા છે, જેમાં સિક્યૂરિટી ફિચર્સ જેવા કે, Theft Detection Lock અને પ્રાઇવસી વિશે જાણકારી આપવામાં આવી છે. નવી ઓએસમાં પ્રાઇવસી તરીકે Private Space ને પણ સામેલ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત Android 15 ફૉલ્ડેબલ અને ડિવાઇસો માટે કેમેરા તથા ઓથોન્ટિકેશનને પણ બેસ્ટ બનાવશે.
Android 15 ફિચર્સ
Google એ એક બ્લૉગ પૉસ્ટમાં બતાવ્યુ છે કે,Android 15 અપડેટની સાથે Pixel સ્માર્ટફોન પર કેટલાક નવા ફિચર્સ આવી રહ્યા છે. આમાં સૌથી ખાસ Theft Detection Lock ફિચર છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને એ જાણી શકશે કે ડિવાઇસને ચોરી કરવામાં આવ્યુ છે અને તેના પછી તે ફોનને ઓટોમેટિક લૉક કરી દેશે. આ ઉપરાંત યૂઝર્સ હાલમાં Remote Lock ફન્ક્શનનો ઉપયોગ કરીને પોતાના મોબાઇલ નંબર દ્વારા ડિવાઇસને મેન્યૂઅલી રીતે લૉક કરી શકે છે.
Google એ ડિવાઇસ સેટિંગ્સને પહેલાની સરખામણીમા સિક્યૉર કર્યુ છે. જેમ કે SIM કાઢવા કે Find My Device ને બંધ કરવા પર ઓથેન્ટિકિશેનની આવશ્યકતા રહેશે. વારંવાર ફેઇલ થવા પર ફોન ઓટોમેટિક લૉક થઇ જશે. Google એ પ્રાઇવસી તરીકે પહેલાથી જ રજૂ કરેલા Private Space ફિચર પણ પણ ચર્ચા કરી છે. આ યૂઝર્સને પોતાની પ્રાઇવેટ જાણકારી સુરક્ષિત કરવા માટે એક અલગ સ્થાન પ્રદાન કરે છે.
Android 15 માં Pixel ડિવાઇસો પર અન્ય ફેરફારો પણ સામેલ છે, જેમ કે ઓછી રોશની વાળી સ્થિતિમાં કેમેરા એપને બેસ્ટ નિયંત્રણ, થર્ડ પાર્ટી કેમેરા એપ્સમાં વધુ સટીક નિયંત્રણ, Passkeysનો ઉપયોગ કરીને સિંગલ ટેપ લૉગીન, અને Wi-Fi કે સેલ્યૂલર કનેક્શન વિના થર્ડ પાર્ટી એપ્સમાં સેટેલાઇટ કૉમ્યૂનિકેશનનો ઉપયોગ કરવાની ક્ષમતા વગેરે.
આ ડિવાઇસને મળશે Android 15 નું અપડેટ
Google Pixel 9 સીરીઝ
Google Pixel Fold
Google Pixel 8 સીરીઝ
Google Pixel 7 સીરીઝ
Google Pixel 6 સીરીઝ
Google Pixel ટેબલેટ
આ પણ વાંચો
ફોન ચોરી થતાં જ તેને લૉક કરી દેશે Google નું આ નવું ફિચર, તમારા ફોનમાં પણ આવ્યું અપડેટ ?