હવે ઘરે રહીને પણ પૉસ્ટપેડ નંબરને પ્રીપેડમાં કરી શકશો ટ્રાન્સફર, જાણો સ્ટેપ બાય સ્ટેપ શું છે પ્રૉસેસ
COAI એટલે કે સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ટેલિકૉમ ડિપાર્ટમેન્ટના સામે આ પ્રપૉઝલ રાખી હતી. ડિપાર્ટમેન્ટે પોતાની નૉટમાં કહ્યું કે દેશની ત્રણ મોટી પ્રાઇવેટ કંપનીઓ Jio, Airtel અને Vodafone–Ideaએ ગયા વર્ષ પૉસ્ટપેડમાં કનેક્શન ટ્રાન્સફર કરવા માટે ઇઝી પ્રૉસેસ કરવા માટે કહ્યુ હતુ.
નવી દિલ્હીઃ પહેલા પૉસ્ટપેડ યૂઝર્સને પોતાનો નંબર પ્રીપેડમાં ટ્રાન્સફર કરવા માટે ખુબ માથાકુટ કરવી પડતી હતી, પરંતુ હવે એવુ નથી. જલ્દી જ પૉસ્ટપેડ યૂઝર્સ પોતાના નંબરને વગર સિમ કાર્ડ બદલે પોતાના નંબરને પ્રીપેડમાં ટ્રાન્સફર કરી શકશે. ખરેખરમાં ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ OTP એટલે વન ટાઇમ પાસવર્ડ ઓથેન્ટિકેશન પ્રૉસેસને શરૂ કરવા જઇ રહી છે. આ પછી યૂઝરને પૉસ્ટપેડમાંથી પ્રીપેડ કનેક્શન માટે સિમ બદલવાની જરૂર નહીં પડે, પરંતુ આ બધુ થશે કેવી રીતે આવો જાણીએ તેના વિશે............
ખરેખરમાં, COAI એટલે કે સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ટેલિકૉમ ડિપાર્ટમેન્ટના સામે આ પ્રપૉઝલ રાખી હતી. ડિપાર્ટમેન્ટે પોતાની નૉટમાં કહ્યું કે દેશની ત્રણ મોટી પ્રાઇવેટ કંપનીઓ Jio, Airtel અને Vodafone–Ideaએ ગયા વર્ષ પૉસ્ટપેડમાં કનેક્શન ટ્રાન્સફર કરવા માટે ઇઝી પ્રૉસેસ કરવા માટે કહ્યુ હતુ. હજુ યૂઝરને આવા દાવો કરવા માટે ફરીથી KYC પ્રૉસેસમાંથી પસાર થવુ પડે છે.
આ રીતે ઘરે બેસીને કરી મોબાઇલ નંબરને કરી શકશો પૉસ્ટપેડમાંથી પ્રીપેડમાં ટ્રાન્સફર......
પૉસ્ટપેડ નંબરને પ્રીપેડમાં નંબર ટ્રાન્સફર કરવા માટે નંબર ઓછામાં ઓછો 90 દિવસ જુનો હોવો જોઇએ.
આના માટે યૂઝરને સૌથી પહેલા કંપનીની વેબસાઇટ કે એપના માધ્યમથી રિક્વેસ્ટ નાંખવી પડશે.
આ પછી યૂઝરની પાસે એક મેસેજ આવશે, જેમાં ટ્રાન્ઝેક્શન આઇડી અને એક વન ટાઇમ પાસવર્ડ મળશે.
આ OTPની વેલિડિટી માત્ર 10 મિનીટ જ થશે.
OTP નાંખ્યા બાદ યૂઝરની પાસે કન્ફોર્મેશન આવશે.
કન્ફોર્મેશનની સાથે યૂઝરની પાસે પ્રૉસેસ પુરી થવાની ડેટ મળશે.
યૂઝર આ પ્રૉસેસને OTPની સાથે-સાથે IVRS એટલે કે વૉઇસ કૉલિંગની મદદથી પણ પુરી કરી શકાય છે.
ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ અનુસાર, આ પ્રૉસેસ અડધા કલાકમાં પુરી કરી લેવામાં આવશે.