Twitter એ ભારતની ન્યૂઝ એજન્સી ANIનું એકાઉન્ટ કર્યું બ્લોક, જાણો શું આપ્યું કારણ?
ભારતની સૌથી મોટી ન્યૂઝ એજન્સી ANIનું ટ્વિટર એકાઉન્ટ કંપની દ્ધારા બ્લૉક કરવામાં આવ્યું છે
News Agency ANI Twitter Locked: ભારતની સૌથી મોટી ન્યૂઝ એજન્સી ANIનું ટ્વિટર એકાઉન્ટ કંપની દ્ધારા બ્લૉક કરવામાં આવ્યું છે. આ જાણકારી ANI એડિટર સ્મિતા પ્રકાશે એક ટ્વિટ દ્વારા આપી હતી. ANI ટ્વિટર પર 7.6 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે અને એએનઆઇ ટ્વિટર પર ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી ન્યૂઝ એજન્સી છે. વાસ્તવમાં ANIના એકાઉન્ટને બ્લોક કરતી વખતે ટ્વિટરે કારણ આપ્યું હતું કે ANIનું એકાઉન્ટ વય મર્યાદા હેઠળ આવે છે અને તે 13 વર્ષથી નાનું છે.
Attention @TwitterSupport @TwitterIndia can you restore the ANI handle please. We are not under 13years of age! https://t.co/50ZJShiZRs
— Smita Prakash (@smitaprakash) April 29, 2023
ANIના મુખ્ય ટ્વિટર હેન્ડલને બ્લોક કર્યા પછી સ્મિતા પ્રકાશે એક ટ્વીટમાં માહિતી આપી હતી કે જ્યાં સુધી ANIનું એકાઉન્ટ રિકવર નહીં થાય ત્યાં સુધી લોકોને 'ANI ડિઝિટલ' અને 'ANIhindinews' દ્વારા દેશ-વિદેશમાં ચાલી રહેલી તમામ પ્રવૃત્તિઓ વિશે અપડેટ કરવામાં આવશે. ANI ઉપરાંત NDTVનું ટ્વિટર એકાઉન્ટ પણ પ્લેટફોર્મ પરથી બ્લોક કરી દેવામાં આવ્યું છે. એકાઉન્ટ રિસ્ટોર થવામાં 24 કલાક કે તેથી વધુ સમય લાગી શકે છે. રિસ્ટોર કરવા માટે ANI એ તમામ માહિતી ટ્વિટરને મોકલવી પડશે. ANIના એડિટર સ્મિતા પ્રકાશે કહ્યું હતું કે ANIના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરતા પહેલા એલન મસ્કની કંપનીએ ANIના એકાઉન્ટમાંથી ગોલ્ડ ચેક માર્ક હટાવીને તેના બદલે બ્લૂ ટિક કંપનીને આપી દીધું હતું. હવે ટ્વિટરે એકાઉન્ટ બંધ કરી દીધું છે.
મસ્ક દ્વારા ટ્વિટરને ખરીદ્યા પછી પ્લેટફોર્મ પર અત્યાર સુધી આવી ઘટનાઓ બની છે જે લોકો સમજી શક્યા નથી. થોડા સમય પહેલા ટ્વિટરે એકાઉન્ટમાંથી લેગસી ચેકમાર્ક હટાવી દીધું હતું. પરંતુ પછી અચાનક તે કેટલાક લોકોને પરત કરવામાં આવી હતી.
Till the time @Twitter restores the @ANI handle we will be tweeting all news from @ani_digital and @AHindinews handles.
— Smita Prakash (@smitaprakash) April 29, 2023
પૈસા આપીને મળે છે બ્લૂ ટિક
હવે ટ્વિટર પર બ્લૂ ટિક માટે રૂપિયા ચૂકવવા પડે છે. ટ્વિટર બ્લૂ માટે વેબ યુઝર્સે 650 રૂપિયા અને IOS અને એન્ડ્રોઇડ યુઝર્સે કંપનીને દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે