શોધખોળ કરો

Free Fire Max જ હશે Free Fire India ? ગેમના ફરીથી લૉન્ચ થતાં પહેલા મળી મોટી હિન્ટ

Free Fire Max Game News: ફ્રી ફાયર મેક્સ રમતા ખેલાડીઓને ગેમ રમતી વખતે સ્ક્રીન પર ફ્રી ફાયર ઇન્ડિયા લખેલું દેખાય છે, જે હિન્ટ છે

Free Fire Max Game News: ફ્રી ફાયર બેટલ રૉયલ ગેમ પર ભારતમાં 2022 માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધ મૂકાયા પહેલા ગેરેનાની આ બેટલ રૉયલ ગેમ ભારતીય ખેલાડીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી. તેના 1 કરોડથી વધુ સક્રિય યૂઝર્સ હતા. જોકે, તેનું મેક્સ વર્ઝન હજુ પણ ભારતીય યૂઝર્સ માટે રમવા માટે ઉપલબ્ધ છે. ગેમર્સ તેને ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરીને રમી શકે છે. ગેરેના ભારતમાં તેની લોકપ્રિય બેટલ રૉયલ ગેમ ફરીથી લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. થોડા દિવસો પહેલા આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ગેમ ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે.

ગેમ લૉન્ચની તૈયારી 
ગેરેનાએ 2023 માં ભારતમાં આ રમત ફરીથી લૉન્ચ કરવાની જાહેરાત પણ કરી હતી, જે પાછળથી મુલતવી રાખવામાં આવી હતી. ફ્રી ફાયર ભારતમાં નવા નામ ફ્રી ફાયર ઇન્ડિયા હેઠળ લૉન્ચ થવાનું હતું. લૉન્ચની જાહેરાતના થોડા દિવસો પછી કંપનીએ ટેકનિકલ કારણોસર તેના લૉન્ચને મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરી. આ વખતે ફ્રી ફાયર ડેવલપર્સે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે ભાગીદારી કરી. આ ઉપરાંત તેનો વીડીયો અન્ય ઘણા અગ્રણી ખેલાડીઓ સાથે રિલીઝ કરવામાં આવ્યો હતો.

મળી મોટી હિન્ટ 
ફ્રી ફાયર મેક્સ રમતા ખેલાડીઓને ગેમ રમતી વખતે સ્ક્રીન પર ફ્રી ફાયર ઇન્ડિયા લખેલું દેખાય છે, જે સૂચવે છે કે ગેમ ડેવલપર ભારતમાં ફ્રી ફાયર મેક્સને ફ્રી ફાયર ઇન્ડિયા તરીકે રિબ્રાન્ડ કરી શકે છે. ફ્રી ફાયર મેક્સ રમતી વખતે ખેલાડીઓ સ્ક્રીન પર ફ્રી ફાયર ઇન્ડિયા નામનો પૉપ-અપ જુએ છે, જે જણાવે છે કે ફ્રી ફાયર ઇન્ડિયા એક વર્ચ્યુઅલ દુનિયા છે, જે વાસ્તવિક દુનિયા પર આધારિત નથી. જો તમને બહાર કાઢવામાં આવે તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે તેને ફરીથી દાખલ કરી શકો છો. આ મેસેજ સાથે 'ગુડ લક એન્ડ હેવ ફન' તમને ગેમ રમવા માટે એક કન્ફર્મેશન બટન મળશે.

Free Fire Max જ હશે Free Fire India ? ગેમના ફરીથી લૉન્ચ થતાં પહેલા મળી મોટી હિન્ટ

ફ્રી ફાયર ઇન્ડિયા 
ફ્રી ફાયર ઈન્ડિયાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. જોકે, તાજેતરના એક અહેવાલ મુજબ, કંપની ફરી એકવાર ભારતમાં આ ગેમ લૉન્ચ કરવા જઈ રહી છે. ભારત ગેમિંગ ઉદ્યોગ માટે એક મોટું બજાર છે, જેને ધ્યાનમાં રાખીને કયા ગેમ ડેવલપર્સ ભારતીય બજારમાં ફરીથી પ્રવેશ કરવા માટે તૈયાર છે. PUBG પર પ્રતિબંધ મૂક્યા પછી ગેમ ડેવલપર ક્રાફ્ટને આ ગેમ ભારતમાં BGMI નામથી લોન્ચ કરી. આ બેટલ રૉયલ ગેમ ગેમર્સમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

આ પણ વાંચો

Instagram ના કરોડો યૂઝર્સની મોજ, હવે અપલૉડ કરી શકશો લાંબી Reels

                                                                                                                                                                    

ટોપ સ્ટોરી

Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget