6.5 ઇંચ ડિસ્પ્લે, 50MP કેમેરા અને બીજુ ઘણુંબધુ.... Vivo ઓછા બજેટમાં લાવી રહ્યું છે આ નવો સ્માર્ટફોન
91 મોબાઈલ હિન્દીના એક રિપોર્ટમાં Vivoના આ બે મૉડલની કિંમત અને ફિચર્સ જાહેર કરવામાં આવ્યા છે
Vivo New Y Series Smartphone: જો તમે પણ ઓછા બજેટનો ફોન શોધી રહ્યા છો, તો તમારી શોધ હવે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. Vivo તેના ગ્રાહકો માટે બે નવા ફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેની કિંમત 8 હજાર રૂપિયાથી શરૂ થઈ શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની ભારતમાં Y સિરીઝના ફોન Vivo Y18 અને Vivo Y18e લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો કે કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
91 મોબાઈલ હિન્દીના એક રિપોર્ટમાં Vivoના આ બે મૉડલની કિંમત અને ફિચર્સ જાહેર કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે બંને મૉડલની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી હશે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે તેમાં 6.56 ઇંચ 90 Hz HD ડિસ્પ્લે, MediaTek Helio G85 ચિપસેટ અને અન્ય ઘણા ફિચર્સ હશે.
બે સ્ટૉરેજ વેરિએન્ટમાં આવશે, વીવોની Y સીરીઝ
રિપોર્ટમાં એક ટિપસ્ટરને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે Vivoની Y સિરીઝ ભારતમાં બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. આમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા એક વેરિઅન્ટની કિંમત 8 હજાર 999 રૂપિયા હશે, જ્યારે 4 જીબી રેમ અને 128 જીબીવાળા વેરિઅન્ટની કિંમત 9 હજાર 999 રૂપિયા હોઈ શકે છે. આ સાથે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે Vivo Y18e માત્ર 4 GB રેમ અને 64 GB કન્ફિગરેશનમાં જ લૉન્ચ થશે અને તેની કિંમત 7 હજાર 999 રૂપિયા હશે.
રિપોર્ટ અનુસાર, Vivo Y18 અને Y18eમાં 6.56 ઇંચની LCD HD ડિસ્પ્લે હશે જે 90 Hz રિફ્રેશ રેટ સાથે આવશે. ફોટોગ્રાફી માટે Y18માં 0.08-મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર સાથે 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હશે, જ્યારે Vivo Y18eમાં 13-મેગાપિક્સલનો પ્રાથમિક કૅમેરો અને 0.8-મેગાપિક્સલનો સેકન્ડરી કૅમેરો હશે.