શોધખોળ કરો

'ચેટ'માં બ્રેક: વિશ્વભરમાં વોટ્સએપ સેવા ખોરવાઈ, યુઝર્સને મેસેજ મોકલવામાં સમસ્યા

કેટલાક યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટ આપમેળે કોમ્પ્યુટર અને લેપટોપમાંથી લોગ આઉટ થઈ ગયા હતા. જેના કારણે તેઓ સંપૂર્ણપણે વોટ્સએપની સેવાઓથી વંચિત થઈ ગયા હતા.

WhatsApp down today: લોકપ્રિય સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) વિશ્વભરમાં ડાઉન થઈ ગયું છે. 28 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે શરૂ થયેલી આ સમસ્યાના કારણે હજારો યુઝર્સ મેસેજ મોકલવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડાઉન ડિટેક્ટર જેવી વેબસાઈટ પર પણ યુઝર્સે આઉટેજ (Outage) રિપોર્ટ નોંધાવ્યા છે, જેનાથી સમગ્ર મામલાની ગંભીરતા સામે આવી છે.

વોટ્સએપ ડાઉન થવાની અસર માત્ર સ્માર્ટફોન યુઝર્સ પૂરતી સીમિત નથી રહી. ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે તેઓ તેમના કોમ્પ્યુટર અને લેપટોપ પર પણ વોટ્સએપ વેબ (WhatsApp Web) નો ઉપયોગ કરી શકતા નથી. કેટલાક યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટ આપમેળે કોમ્પ્યુટર અને લેપટોપમાંથી લોગ આઉટ થઈ ગયા હતા. જેના કારણે તેઓ સંપૂર્ણપણે વોટ્સએપની સેવાઓથી વંચિત થઈ ગયા હતા.

આ અચાનક સર્જાયેલી સમસ્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વોટ્સએપ દ્વારા પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જો કે, વોટ્સએપ ડાઉન થવાના કારણે યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ટ્વિટર (X) જેવા પ્લેટફોર્મ પર #whatsappdown હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને લોકોએ વોટ્સએપ ડાઉન થવા અંગે વિવિધ પોસ્ટ અને મીમ્સ શેર કરીને પોતાની હતાશા અને મજાક ઉડાવી હતી.

એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે યુકે (UK) માં પણ વોટ્સએપ સેવા ખોરવાઈ છે અને ત્યાંના યુઝર્સે પણ મેસેજ મોકલવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. કેટલાક યુઝર્સે એવું પણ અનુમાન લગાવ્યું છે કે આ સમસ્યા માત્ર વોટ્સએપ સુધી સીમિત નથી, પરંતુ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવી કે ફેસબુક, ટિકટોક અને મેસેન્જર પણ આઉટેજથી પ્રભાવિત થઈ શકે છે. જો કે આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો....

Skypeની સફર સમાપ્ત! માઈક્રોસોફ્ટ મે મહિનાથી Skypeને કાયમ માટે બંધ કરશે

ટોપ સ્ટોરી

Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?
Wi-Fi સિગ્નલ ફુલ તેમ છતા ઈન્ટરનેટ એકદમ સ્લો? જાણો કારણ 
Wi-Fi સિગ્નલ ફુલ તેમ છતા ઈન્ટરનેટ એકદમ સ્લો? જાણો કારણ 
માત્ર કોલ અને SMS માટે Airtel ના 3 નવા શાનદાર પ્લાન  
માત્ર કોલ અને SMS માટે Airtel ના 3 નવા શાનદાર પ્લાન  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Embed widget