WhatsApp Restore: ભારતમાં વૉટ્સએપ રિસ્ટૉર, છેલ્લા 2 કલાકથી ડાઉન હતુ સર્વર
WhatsApp Restore: બે કલાક બાદ વૉટ્સએપ રિસ્ટૉર થયુ છે. ભારતમાં તહેવારોની સિઝનમાં બે કલાકથી વધુના સમયથી વૉટ્સએપ ડાઉન ચાલી રહ્યું હતુ.
WhatsApp Restore: પૉપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ ભારતમાં ફરીથી રિસ્ટૉર થયુ છે, જોકે, આ અમૂક યૂઝર્સ પુરતુ જ રિસ્ટૉર થયુ છે. ભારતમાં સહિત આખા વિશ્વમાં વૉટ્સએપ છેલ્લા બે કલાકથી પણ વધુ સમયથી ઠપ્પ થયુ હતુ, સર્વર ડાઉન થવાના કારણે યૂઝર્સ વૉટ્સએપ પર પોતાના મેસેજની આપ-લે નહતા કરી શકતા.
છેલ્લા બે કલાકથી ડાઉન હતુ વૉટ્સએપ સર્વર -
મંગળવારે વોટ્સએપે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે તેના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા ટ્વિટર પર લોકો આ અંગે કોમેન્ટ કરી રહ્યાં હતા. ભારતમાં હાલ લોકોને મેસેજ મોકલવામાં અને મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ડાઉન ડિરેકટરે આ વાતની પુષ્ટિ કરી છે અને વોટ્સએપ લાખો લોકો માટે હાલ કામ નથી કરી રહ્યું. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનઉ સહિત દેશના મોટાભાગના શહેરો વોટ્સએપ ડાઉનથી પ્રભાવિત થયા છે.
વોટ્સએપ સ્ટેટમેન્ટ સામે આવ્યું -
WhatsAppએ હમણાં જ સત્તાવાર નિવેદન શેર કર્યું છે અને કહ્યું છે કે અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને સંદેશા મોકલવામાં સમસ્યા આવી રહી છે અને અમે શક્ય તેટલી વહેલી તકે દરેક માટે WhatsApp પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.
Partial restoration of WhatsApp services appears to have begun in some cities of India pic.twitter.com/85DYUxBz7N
— ANI (@ANI) October 25, 2022
આ પહેલીવાર નથી કે જ્યારે વોટ્સએપ ડાઉન થયું હોય. આ પહેલા પણ વોટ્સએપ ઘણી વખત ડાઉન થઈ ચૂક્યું છે. ગયા વર્ષે ફેસબુકના સર્વરમાં ખામીને કારણે વોટ્સએપ ડાઉન થઈ ગયું હતું. હવે ફરી એકવાર તે ડાઉન થયું છે. બીજી તરફ વોટ્સએપ ડાઉન થયા બાદ યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.