WhatsAppમાં તમે ઓનલાઇન હશો તો પણ તમારો ફ્રેન્ડ તમને નહીં જોઇ શકે, કરી દો આ સેટિંગ્સ
કેટલાક લોકોને ઓનલાઈન સ્ટેટસ બતાવવામાં તકલીફ પડે છે. લોકો કોઈની સાથે મહત્વપૂર્ણ ચેટ કરી રહ્યા છે, ત્યારે જ લોકો તેમને મેસેજ મોકલીને ડિસ્ટર્બ કરે છે.
WhatsApp Trick: દુનિયામાં સૌથી વધુ કોઇ એપ હોય તો તે છે, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ. ભારતમાં વૉટ્સએપ યૂઝર્સમાં સતત વધારો થઇ રહ્યો છે, અને આ કારણે કંપની પોતાના યૂઝર્સને પણ નવા નવા ફિચર્સની ભેટ આપતી રહે છે. વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા છે જેનો ઉપયોગ યૂઝર્સ બહુ ઓછા કરે છે, અને કેટલાક તો તેને જાણતા પણ નથી હોતા. જો તમે વૉટ્સએપના ઓનલાઈન સ્ટેટસથી કંટાળી ગયા હોય અને તમે કંઇક નવુ અજમાવવા માંગતા હોય તો અહીં બેસ્ટ ટ્રિક્સ છે, શું તમે નથી ઈચ્છતા કે કોઈ તમને ઓનલાઈન જુએ ? જો હા, તો આ રિપોર્ટ માટે ખુબ કામનો સાબિત થશે. જાણો....
કેટલાક લોકોને ઓનલાઈન સ્ટેટસ બતાવવામાં તકલીફ પડે છે. લોકો કોઈની સાથે મહત્વપૂર્ણ ચેટ કરી રહ્યા છે, ત્યારે જ લોકો તેમને મેસેજ મોકલીને ડિસ્ટર્બ કરે છે. હવે મહત્વપૂર્ણ ચેટની મધ્યમાં કોઈને જવાબ આપવો એ વિચલિત કરે છે. બીજીબાજુ રિપ્લાય ના થાય તો લોકો ટોણા મારે છે કે ઓનલાઈન હોવા છતાં રિપ્લાય નથી અપાયો.
વૉટ્સએપે આ સમસ્યાને સમજીને એક શાનદાર ફિચર રિલીઝ કર્યુ છે. નવા ફિચર અંતર્ગત તમે ઈચ્છો તો તમારું ઓનલાઈન સ્ટેટસ દરેકથી છુપાવી શકો છો. આ ઉપરાંત તમે આને એવું બનાવી શકો છો કે લોકો તમારું આ ઑનલાઇન સ્ટેટસ જોઈ શકશે અને કેટલાક લોકો નહીં જોઇ શકે.
આ ફિચરનો ઉપયોગ કરવા માટે તમારે WhatsApp ઓપન કરવું પડશે. હવે ઉપર દર્શાવેલ ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો. હવે તમારે સેટિંગ્સ પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી પ્રાઈવસી પર ક્લિક કરો. અહીં તમને લાસ્ટ સીન અને ઓનલાઈનનો ઓપ્શન જોવા મળશે. આના પર ક્લિક કરો. જો તમને ઓપ્શન દેખાતો નથી, તો પ્લે સ્ટૉર પરથી તમારું WhatsApp અપડેટ કરો.
હવે તમે ચાર ઓપ્શન જોશો. જો તમે છેલ્લો સીન ફક્ત તમારા કૉન્ટેક્ટ્સને બતાવવા માંગતા હો, તો માય કૉન્ટેક્ટ પર ક્લિક કરો. તમે માય કૉન્ટેક્ટ્સ એક્સપેક્ટ પર ક્લિક કરીને લાસ્ટ સીન કોણે બતાવવા માંગો છો તે સિલેક્ટ કરી શકો છો. આ ઉપરાંત નૉબડી ઓપ્શન પણ છે. શું તમે આગળ શું કરવા માંગો છો? નીચે દર્શાવેલ ઓનલાઈન વિકલ્પમાં સેમ એઝ લાસ્ટ સીન પર ક્લિક કરો. તમારું કામ થઈ જશે.