શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ કંપની નવા વર્ષે આ તારીખે ભારતમાં લોન્ચ કરશે 108 મેગાપિક્સલવાળો સ્માર્ટફોન, જાણો વિગતે
ફોનમાં સ્નેપડ્ર્ગેન 750G પ્રોસેસર હશે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવી શકે છે.
સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી નવા વર્ષે નવા સ્માર્ટફોન સાથે ધમાકેદર શરુઆત કરવા જઈ રહ્યું છે. શાઓમી આવતા મહિને Mi 10i ભારતમાં લોન્ચ કરશે. કંપની પોતાના આગામી ફોનને લઈને ટીઝર પણ જાહેર કરી દીધું છે.
શાઓમી 5 જાન્યુઆરી 2021ના રોજ Mi 10i સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરશે. ટીઝર પરથી ખબર પડે છે કે, અપકમિંગ સ્માર્ટફોનમાં ચાર રિયર કેમેરા સેટઅપ મળશે. જેમાં મેઈન કેમેરા 108 મેગાપિક્સલનો હશે. જો કે, કંપનીએ વધુ જાણકારી આપી નથી.
આ પહેલા ફોનને લઈને લીક રિપોર્ટ સામે આવી છે. તેમાં શાઓમીના ફોનનું નામ Mi 10i જણાવવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, Mi 10i, Note 9 Pro 5G નું રી-બ્રાન્ડેડ વર્ઝન હશે જેને હાલમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
Mi 10i પહેલા શાઓમીએ એમઆઈ 10 સીરિઝ હેઠળ Mi 10, Mi 10 Pro, Mi 10 Lite, Mi 10 Ultra, અને Mi 10 Lite Zoom એડિશન જેવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.
Mi 10i ને હાલમાંજ ગીકબેચ પર મોડલ નંબર M2007J17I સાથે જોવામાં આવ્યો હતો. આ ફોનને ગીકબેંચ સાઈટ પર 8GB રેમ અને ઓક્ટાકોર પ્રોસેસર સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. જેની ક્લોક સ્પીડ 1.8GHz
શું હશે સ્પેસિફિકેશન
એક રિપોર્ટ્સ અનુસાર Mi 10iની સંભવિત સ્પેસિફેકશ Mi 10i, Redmi Note 9 Pro 5Gનું રી બ્રાન્ડેડ ભારતીય વર્ઝન હશે. ફોનમાં 6.67 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવશે જેનું રિફ્રેશ રેટ 120Hz હશે. ફોનમાં સ્નેપડ્ર્ગેન 750G પ્રોસેસર હશે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion