શોધખોળ કરો
Advertisement
Xiaomi રિપબ્લિક ડે સેલ શરૂ, ફોન, ટીવી, વોચ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો ઓફર વિશે
આ સેલમાં Redmi Note 9 Pro Max ના 6જીબી + 128જીબી ફોન 18499 રૂપિયાની જગ્આએ 17499 રૂપિયામાં મળી રહ્યો છે.
Xiaomiએ પોતાની વેબસાઈટ પર રિપબ્લિક ડે સેલનું આયોજન કર્યું છે. આ સેલની શરૂઆત આજ એટલે કે 20 જાન્યુઆરીથી શરૂ થઈને 24 જાન્યુઆરી સુધી ચાલશે. ગ્રાહક ઓફર્સનો લાભ ફ્લિપકાર્ટ અને એમેઝોનની વેબસાઈટ પરથી પણ લઈ શકે છે. સેલ દરમિયાન Redmi Note 9 સીરીઝ, Redmi 9 Prime અને Redmi 9i જેવા ફોન્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ ગ્રાહક ટીવી મોડલ્સ અને સ્માર્ટ વિયરેબલ્સ પર પણ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. સેલ દરમિયાન એક્સિસ બેંક કાર્ડ્સ પર 10 ટકા ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે.
સેલમાં Redmi 9i 4GB + 64GB વેરિયન્ટને 8299 રૂપિયાની જગ્યાએ 7999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેવી જ રીતે Redmi 9 Primeના 4GB + 64GB વેરિયન્ટના વેચાણ પર 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 9499 રૂપિયામાં મળી રહ્યો છે.
Redmi Note 9 સીરીઝની વાત કરીએ તો Redmi Note 9 નો 6જીબી + 128 જીબી વેરિયન્ટ 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 13999 રૂપિયામાં મળી રહ્યો છે. તેવી જ રીતે Redmi Note 9 Proનો 4જીબી + 128 જીબી વેરિયન્ટ 15999 રૂપિયાની જગ્યાએ 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 13999 રૂપિયામાં મળી રહ્યો છે.
આ સેલમાં Redmi Note 9 Pro Max ના 6જીબી + 128જીબી ફોન 18499 રૂપિયાની જગ્આએ 17499 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન્સની સાથે એક્સચેન્જ પર વધારાના 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ સેલમાં Mi LED Smart TVs પર 1000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. Mi LED TV 4A Pro (43-ઇંચ) નું વેચાણ 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 23,999 રૂપિયામાં મળી રહ્યું છે. Mi LED TV 4A Pro (32-ઇંચ) 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 14,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેવી જ રીતે Mi LED TV 4X (50-ઇંચ) અને Mi LED TV 4X (55-ઇંચ)1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ ક્રમશઃ 33,999 રૂપિયા અને 38,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
વિયરબેલ્સની વાત કરીએ તો Mi Smart Band 4 પર 400 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. અને 1,899 રૂપિયામાં ખરીદી શકાય છે. તેવી જ રીતે Mi Watch Revolve 2,000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ઉપલબ્ધ છે. તેવી જ રીતે Redmi Smart Band ને 1,599 રૂપિયાના બદલે 1,299 રૂપિયામાં ખરીદી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement