Youtube: ખૂબ ઝડપથી વાયરલ થશે Youtube Video! હવે માલામાલ બનાવી શકે છે આ નવા ફીચર
Youtube: આ જબરદસ્ત ફીચર્સ યુઝર્સને અટ્રેક્ટિવ શોર્ટ વીડિયો (Youtube Shorts) બનાવવામાં મદદ કરશે
![Youtube: ખૂબ ઝડપથી વાયરલ થશે Youtube Video! હવે માલામાલ બનાવી શકે છે આ નવા ફીચર Youtube is Adding New Feature in Shorts Youtube: ખૂબ ઝડપથી વાયરલ થશે Youtube Video! હવે માલામાલ બનાવી શકે છે આ નવા ફીચર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/e8e943054300353bb400ff0720b047ad169198868486774_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Youtube ની લોકપ્રિયતા કોઈનાથી છૂપી નથી અને ઘણા લોકોએ આ પ્લેટફોર્મ પર પૈસા અને ખ્યાતિ બંને હાંસલ કર્યા છે. Elvish yadav હોય કે Bhuvan Bam. હવે યુટ્યુબે તેના પ્લેટફોર્મ પર કેટલાક નવા ફીચર્સ જાહેર કર્યા છે. આ જબરદસ્ત ફીચર્સ યુઝર્સને અટ્રેક્ટિવ શોર્ટ વીડિયો (Youtube Shorts) બનાવવામાં મદદ કરશે. એટલું જ નહીં, તે કન્ટેન્ટને વાયરલ કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આનાથી Shorts પર ઇન્ગેજમેન્ટ ટાઇમિંગ વધશે પરંતુ વ્યૂઝમાં પણ વધારો થઇ શકે છે. આવો જાણીએ આ ફીચર્સ વિશે.
Remix અને Collab
Shorts વીડિયો ક્રિએશનમાં યુઝર્સ Collab ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે. યુઝર્સ શોર્ટ્સને સાઇડ બાય સાઇડ ફોર્મેટમાં રેકોર્ડ કરી શકશે. ક્રિએટિવ મલ્ટીપલ લેઆઉટ પણ પસંદ કરી શકશે. તેની મદદથી કોઈપણ લોકપ્રિય શોર્ટ્સ અથવા યુટ્યુબ વિડિઓને એક ક્લિકમાં રિમિક્સ કરી શકાય છે. આ માટે યુઝર્સેને રિમિક્સ અને પછી Collab પર ક્લિક કરવાનું રહેશે. આ ફીચરને રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આ ફીચર તમામ યુઝર્સ સુધી પહોંચશે.
નવા સ્ટીકરો સાથે એક્સપીરિમેન્ટ
શોર્ટ્સને એટ્રેકિટ્વ બનાવવા માટે નવા ઇફેક્ટ અને સ્ટીકરનો ઉપયોગ કરી શકશે. આનો ઉપયોગ કરીને યુઝર્સ પોતાના કન્ટેન્ટને અન્ય લોકો કરતા વધુ આકર્ષક રીતે રજૂ કરી શકે છે. ક્રિએટર્સ પોતાના વ્યૂઅર્સ માટે Q&A સેશન ધરાવતા શોર્ટ્સ અપલોડ કરી શકે છે. એટલું જ નહીં, લોકોનો અભિપ્રાય મેળવવા માટે પોલ પણ બનાવી શકાય છે.
યુટ્યુબ બ્લોગ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર્સ મોબાઈલ પર વર્ટિકલ લાઈવ એક્સપીરીન્સ લઇ શકે છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સને પોતાના ઓડિયન્સ સાથે કનેક્ટ થવાની સુવિધા મળશે. થોડા ક્લિક્સની મદદથી યુઝર્સ લાઈવ થઈ શકે છે.
વિડિયોને શોર્ટ્સમાં કન્વર્ટ કરો
યુટ્યુબ બ્લોગ પર લિસ્ટેટ જાણકારી અનુસાર, ગૂગલ ટૂંક સમયમાં જ યુટ્યુબ ક્રિએટર્સને એક નવું ફીચર આપશે, જેની મદદથી તેઓ તેમના વીડિયોને શોર્ટ્સમાં પરિવર્તિત કરી શકશે. તમામ વિડિયો માત્ર હોરીઝોન્ટલ વિડિયો શોર્ટ્સમાં કન્વર્ટ કરવામાં આવશે.
ટિકટોકને ટક્કર
ભારતમાં ભલે Tiktok પર પ્રતિબંધ છે, પરંતુ Tiktok દુનિયાના ઘણા દેશોમાં હાજર છે. આવી સ્થિતિમાં, ગૂગલ તેના યુટ્યુબ શોર્ટ્સ સાથે ટિકટોકને હરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. Tiktok એ એક શોર્ટ વિડિયો પ્લેટફોર્મ છે, જ્યાં થોડી સેકન્ડના હોરિઝોન્ટલ વીડિયો બનાવી શકાય છે. આ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તે પહેલા ભારતમાં ખૂબ જ લોકપ્રિય હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)