શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ પાતાળમાં પણ પછાડીશું
શું તમે ક્યારેય કલ્પના કરી હતી કે દુશ્મ પાણીના સપ્લાયને દેશની વિરુદ્ધ શસ્ત્ર તરીકે વાપરી શકે છે. સાંભળીને આશ્ચર્ય જરૂર થયુ હશે પણ તાજેતરમાં આવેલા અહેવાલે ચીનના આવા જ નવા ષડયંત્ર પર મહોર લગાવી. ચીન બ્રહ્મપુત્રા નદી પર દુનિયાનો સૌથી મોટો બંધ બનાવવા જઇ રહ્યુ છે. ચીનનો દાવો છે કે, આ બંધથી વીજ ઉત્પાદન કરશે પણ અસલમાં ચીનનો ઇરાદો ભારતમાં પુર અને દુકાળ જેવા સંકટ સર્જવાનો છે. ચીને જેવો તબાહીનો નજારો પોતાના દેશમાં જોયો એવી જ બરબાદીનું જોખમ ઉભુ કરીને તે ભારતને ડરાવવા માંગે છે.



























