શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: ફંગોળાયું ફિલિપાઈંસ
અસ્મિતા વિશેષ: 2020નું વર્ષ આફતો અને ઉપાધિઓથી ઘેરાયેલું રહ્યું છે અને હજું પણ કુદરતી આફતો દેશ અને દુનિયાનો પીછો છોડતી નથી. એશિયાના દક્ષિણ પૂર્વીય દેશ ફિલિપાઈંસને કુદરતે એવું ઘમરોળ્યું કે બધું વેરવિખેર થઈ ગયું. 225 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડા ‘ગોની’એ કહેર વરસાવ્યો અને ફિલિપાઈંસના અનેક શહેરો અને ગ્રામ વિસ્તારમાં રિતસરનો હાહાકાર મચાવ્યો છે. ફિલિપાઈંસમાં ત્રાટકેલા વર્ષના સૌથી મોટા તોફાને વિનાશ વેરવામાં કઈ બાકી નથી રાખ્યું..જ્યાં જુઓ ત્યાંથી વિનાશના દ્રશ્યો સામે આવ્યા. વાવાઝોડાથી ટેવાયેલા આ દેશ માટે આ વાવાઝોડું જાણે વિકરાળ સાબીત થયું અને હજું પણ આફત ફિલિપાઈંસ પરથી ઓસરી નથી.



























