શોધખોળ કરો
Coronavirus: ભારતમાં 30 જાન્યુઆરીએ માત્ર 1 સંક્રમિત કેસ હતો, જાણો દિવસે-દિવસે કેટલી વધી સંખ્યા
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાયા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં પણ દિવસે દિવસે વધી રહ્યો છે. દેશમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 298 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. તેની વચ્ચે વડાપ્રધાન મોદીએ પણ આ વાયરસથી બચવા માટે દેશવાસીઓને અપીલ કરી છે તેઓ ઘર પર જ રહે. તેમણે રવિવાર, 22 માર્ચે દેશમાં જનતા કરફ્યૂની અપીલ કરી છે. ત્યારે જાણો કોરોનાએ ભારતમાં કઈ રીતે પગ પેસારો કર્યો અને 4 લોકોના જીવ લઈ લીધાં. ફેબ્રુઆરી સુધીમાં 5 અને માર્ચમાં 271 થઈ ગઈ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા કોરોનાનો ચેપ ભારતમાં શરૂઆતમાં ખૂબ ઓછો ફેલાયો હતો. જો શરૂઆતના આંકડાની વાત કરવામાં આવે તો દેશમાં જાન્યુઆરીમાં માત્ર 1 વ્યક્તિ જ કોરોનાથી સંક્રમિત હતા. જ્યારે ફેબ્રુઆરીમાં 2 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા અને સંખ્યા વધીને 3 થઈ. આ જીવલેણ કોરોના વાયરસે માર્ચમાં સૌથી વધુ લોકોને ઝપેટમાં લીધા. માર્ચની શરૂઆતમાં વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5 હતી જે વધીને 21 માર્ચ બપોરે 2.30 વાગ્યા સુધીમાં 298 થઈ ગઈ છે. 2 માર્ચના રોજ કોરોનાના માત્ર 5 કેસ હતા. ત્રણ માર્ચે આ સંખ્યા વધીને 6 થઈ. જ્યારે માર્ચે એકાએક સંખ્યા વધીને 28 થઈ ગઈ જે 5 માર્ચે 30 સુધી પહોંચી ગઈ. 10 માર્ચ સુધીમાં તો સંખ્યા વધીને 50 થઈ ગઈ. 10 માર્ચ બાદ ઝડપથી વધી સંખ્યા કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 માર્ચ બાદ ઝડપથી વધી છે. જ્યાં 11 માર્ચે 60 હતી તે વધીને 14 માર્ચ સુધીમાં 84 થઈ. ત્યાર બાદ 15 માર્ચ સુધીમાં 110, 16 માર્ચે આ સંખ્યા વધીને 114 થઈ ગઈ હતી. ત્યારબાદ 17 માર્ચના રોજ સીધા 23 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા અને સંખ્યા વધીને 137 થઈ ગઈ. હાલ 21 માર્ચ સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 298 થઈ ગઈ છે. ગઈકાલ સુધી આ સંખ્યા 223 હતી.
વધુ વાંચો





















