Health Tips: આ ડ્રિન્કનું કરો સેવન, એક્સરસાઇઝ વિના માખણની જેમ પીગળશે ચરબી
શિયાળાની ઋતુમાં વસાણા અને હેલ્ધી ફૂડનું સેવન તેમજ ઠંડીના કારણે લોકો એક્સરસાઇઝ અવોઇડ કરે છે. આ બધા જ કારણે વજન વધી જાય છે. આ નેચરલ ડ્રિન્કથી આપ વેઇટ લોસ કરી શકો છો.
Health Tips:શિયાળાની ઋતુમાં લોકોની સૌથી મોટી સમસ્યા વર્કઆઉટની હોય છે. ઠંડીના કારણે લોકો ઘરની બહાર નીકળવું અને રજાઈ લેવાનું પસંદ કરતા નથી. શિયાળામાં ભૂખ પણ વધુ થાય છે ત્યારે ઓવર ઇટિંગ પણ થઇ જાય છે. જેના કારણે સ્થૂળતા વધવા લાગે છે. આ સિઝનમાં વજનને કંટ્રોલ કરવા અને ઘટાડવા માટે ખાસ ડ્રિંક બનાવીને પી શકાય છે. આવો જાણીએ તે ખાસ પીણું અને તેની બનાવવાની રીત.
શિયાળાની ઋતુ આવતાં જ લોકો હેલ્ધી અને સ્પાઇસી ઓઇલી, ધી વાળું ફૂડ ખાવાની પ્રીફર કરે છે. શિયાળામાં આમ પણ લોકો તળેલું, મસાલેદાર ખાવાનું પસંદ કરે છે. નાસ્તામાં પરાઠા ન હોય તો ભોજન અધૂરું લાગે છે. ઠંડીના કારણે આળસ એટલી બધી છે કે તેઓ કસરત કરવાનું અવોઇજ કરીએ છીએ. જેના કારણે ગેસ, એસિડિટી, સ્થૂળતાની સમસ્યા વધે છે. એટલું જ નહીં આ સિઝનમાં વાળ પણ ખરવા લાગે છે. જો આ સામાન્ય દેખાતી સમસ્યાને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે તો તે એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની જાય છે. આજે અમે તમને આવા જ એક ખાસ પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સવારે ઉઠીને પીવાથી તમે સ્થૂળતા સહિત અનેક સમસ્યાઓથી દૂર રહેશો. આવો જાણીએ તેના વિશે...
આયુર્વેદિક નિષ્ણાત ડૉ.દીક્ષા ભાવસાર સાવલિયાએ આ ખાસ ડ્રિંક પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. તેમણે જણાવ્યું કે શિયાળાની ઋતુમાં વાળ ખરવા, માઈગ્રેન, એસિડિટી જેવી સમસ્યા થાય છે. જેમાં આ પીણું કારગર છે. આ ઉપરાંત, આ પીણાનું સેવન હોર્મોનલ સંતુલન, શુગરને નિયંત્રિત કરવા, ઇન્સ્યુલિન પ્રતિકાર અને સોજો દૂર કરવો, સારી રોગપ્રતિકારક શક્તિ (ખાંસી અને શરદીથી બચવા) માટે પણ મદદરૂપ છે. તો ચાલો એક ખાસ પીણું બનાવીએ.
વેઇટ લોસ ડ્રિન્કસ માટેની સામગ્રી
- બે ગ્લાસ પાણી
- 7-10 કરી પત્તા
- 3 સેલરી પાંદડા
- 1 ચમચી ધાણાજીરું
- 1 ટીસ્પૂન જીરું
- 1 ઈલાયચીનો ભૂકો
- 1 ઇંચ છીણેલું આદુ
આ રીતે હેલ્ધી ડ્રિંક તૈયાર કરો
એક કડાઈમાં પાણી લો અને તેમાં બધી સામગ્રી નાખી મધ્યમ તાપ પર લગભગ 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગાળી લો, તમારું પાચક પીણું તૈયાર છે. શિયાળાની ઋતુમાં દરરોજ સવારે આ ખાસ પીણું પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક બીમારીઓ દૂર રહે છે અને વેઇટ લોસમાં પણ મદદ મળે છે.
કેટલું અને કેવી રીતે લેવું
- એક જ સેવન માટે 100 મિલી પીવા માટે તે પૂરતું છે.
- વજન ઘટાડવા માટે તેમાં લીંબુનો રસ ઉમેરો.
- દરરોજ સવારે ચાને બદલે આ પીણું લો.
- મીઠો લીમડો – લીમડો વાળ ખરતા ઘટાડવા, સુગર કંટ્રોલ કરવા, હિમોગ્લોબિન વધારવા ઉપરાંત વજન ઘટાડવામાં મદદ કરે છે.
- કોથમીર - તે મેટાબોલિઝમને બરાબર રાખે છે, માઈગ્રેનમાં ફાયદાકારક છે. હોર્મોનલ સંતુલન અને થાઇરોઇડ સુધારે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.