Gujarat Assembly Elections: આવતીકાલથી મનીષ સિસોદીયાના 10 દિવસ ગુજરાતમાં ધામા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને બધી રાજકીય પાર્ટીઓ પ્રસાર પ્રચારમાં લાગી ગઈ છે. દિલ્હીથી એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને બધી રાજકીય પાર્ટીઓ પ્રસાર પ્રચારમાં લાગી ગઈ છે. દિલ્હીથી એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસે છે. તો બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કાલથી 10 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.
મનીષ સિસોદિયા અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલી આપી યાત્રા શરૂ કરશે. મનીષ સિસોદિયા કાલે સવારે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. મહાત્મા ગાંધી આશ્રમ ખાતે દર્શન કરી સિસોદિયા 'હવે તો બસ પરિવર્તન જોઈએ' યાત્રાનો આરંભ કરશે. બપોરે 2 વાગ્યે હિંમતનગર ખાતે તિરંગા યાત્રામાં ભાગ લેશે અને ત્યાર બાદ સાંજે 5 વાગ્યે તલોદ ખાતે સિસોદીયા જનસભાને સંબોધિત કરશે. સાંજે 8 વાગ્યે પ્રાંતિજ ખાતે પણ જનસભાને સંબોધિત કરશે.
AAPની સરકાર જૂની પેન્શન યોજના લાગું કરશે
વડોદરાઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરીશું. ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છએ. આમ આદમી પાર્ટીને એક મોકો આપવાની કેજરીવાલે અપીલ કરી હતી. સરકારી કર્મચારીઓને અંદરખાને આપ માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય. કેજરીવાલે કહ્યું કે, સરકારી કર્મચારી દુઃખી. ઓલ્ડ પેન્શન સ્કીમ ની તેઓ માંગ કરે છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને કહ્યું તમે સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત છે. નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું.
તેમણે ઉમેર્યું હતું કે, 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય. આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે. અમે ગુજરાત લોકોની મોંઘવારી હાવીશું. વીજળી મફત આપીશું. સરકારી સ્કૂલ વધુ સારી આપીશું. આ વચન નો તેમને વાંધો છે . અમારો વિરોધ કરે છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટાચારી છે કહી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડ, એલ.આર.ડી, શિક્ષક, ખેડૂત તમામ સરકાર સામે આંદોલન કરે છે. તેમના તમામ મુદ્દાનું અમે સમાધાન કરીશું. એક્સ આર્મી મેન ના અધિકાર આપો. ચંદીગઢ યુનિવર્સિટી નો મામલો બહુત દુઃખ દાયક. અમે તેમને સજા આપીશું.
તેમણે કહ્યું કે, એરપોર્ટ પર મોદી મોદી નારા લાગ્યા. 30, 40 લોકો એ મારી સામે મોદી મોદી ના નારા લગાવ્યા. ભાજપને 66 સીટો અર્બનમાં નથી હાર્યા ત્યાં તેમને તકલીફ થશે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે. અત્યાર સુધીની સરકારને લૂંટી સ્વિસ બેન્કમાં નાણાં લઈ જવાતા હતા. અમે ભ્રષ્ટચાર રોકી ફ્રી આપવાની રાજનીતિ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનથી ઉતારવાના મામલા માં ગોળ ગોળ જવાબ આપ્યો. ભગવંત માન 6 મહિના માં વીજળી મફત આપે છે તો બીજી સરકાર કેમ નથી આપતી. આ બધી પાર્ટી વિકાસ ની યોજના ની વાત નથી કરતી. ફક્ત કેજરીવાલ પાછળ પડી છે. અમારી સરકાર આવશે તો દોશીઓને જેલ મોકલીશું. હમણાં દારૂના ધંધા ચાલે છે. તે બંધ કરાવીશું. ગુજરાતમાં દારૂના રૂપિયા લઈ રહ્યા છે.