શોધખોળ કરો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજીત ડિનરમાં સામેલ નહી થાય મનમોહન સિંહ
રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ પણ કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ નહી આપવાના વિરોધમાં સતાવાર ડિનરમાં સામેલ નહી થાય.
![અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજીત ડિનરમાં સામેલ નહી થાય મનમોહન સિંહ Manmohan Singh, Ghulam Nabi Azad not to attend dinner for US President Trump at Rashtrapati Bhavan અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજીત ડિનરમાં સામેલ નહી થાય મનમોહન સિંહ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/25040739/22.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોગ્રેસ નેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્ધારા આવતીકાલે આયોજીત ડિનમાં સામેલ નહી થાય. સિંહે અગાઉ આ આમંત્રણ સ્વીકારી લીધું હતું પરંતુ આ ડિનરમાં સામેલ થવા માટે સોમવારે અસમર્થતા વ્યક્ત કરી હતી.
મનમોહન સિંહના નજીકના સૂત્રોના મતે તેમણે રાષ્ટ્રપતિ ભવનને ડિનરમાં સામેલ નહી થવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ પણ કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ નહી આપવાના વિરોધમાં સતાવાર ડિનરમાં સામેલ નહી થાય.
સોનિયા ગાંધી કોગ્રેસ સંસદીય દળના નેતા પણ છે. વિપક્ષી કોગ્રેસ આ વાતને લઇને મોદી સરકારથી નારાજ છે કે તેમના ટોચના નેતાઓને ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે પરંપરા અનુસાર બેઠકની મંજૂરી આપી નથી.
લોકસભામાં કોગ્રેસના સભ્ય અધીર રંજન ચૌધરીએ પણ પાર્ટીના ટોચના નેતાઓને આમંત્રણ નહી આપવાના વિરોધમાં ડિનરમાં સામેલ નહી થવાનો નિર્ણય કર્યો છે. કોગ્રેસ નેતાઓએ કહ્યું કે કદાચ પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે મુખ્ય વિપક્ષી દળના નેતા યાત્રા પર આવેલા કોઇ રાષ્ટ્ર અધ્યક્ષના સન્માનમાં આયોજીત સતાવાર ડિનરમાં સામેલ નહી થાય અને અલગથી બેઠક કરશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)