શોધખોળ કરો
Advertisement
કર્ણાટકમાં બોલ્યા PM મોદી-આજે આઠ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કોગ્રેસ અને તેમના સાથી પક્ષો દેશની સંસદની વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે.
બેંગલુરુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના કર્ણાટક પ્રવાસ પર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠના દર્શન કર્યા હતા. તેમણે અહી એક જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કોગ્રેસ અને વિપક્ષના આંદોલનને લઇને શાબ્દિક હુમલો કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કોગ્રેસ અને તેમના સાથી પક્ષો દેશની સંસદની વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે. કેટલાક સપ્તાહ અગાઉ આપણી સંસદે નાગરિકતા સંશોધન કાયદાને મંજૂરી આપી હતી. પરંતુ કોગ્રેસ અને તેમના સાથી પક્ષો દેશમાં સંસદ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ લોકો પાકિસ્તાનથી આવેલા દલિતો, પછાતો અને ઉત્પીડનો વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. પાકિસ્તાનનો જન્મ ધર્મના આધાર પર થયો હતો અને ત્યારથી બીજા ધર્મોના લોકો પર અત્યાચાર શરૂ થઇ ગયો હતો. સમયની સાથે પાકિસ્તાનમાં હિંદુ, શીખ, જૈન , બૌદ્ધ અને ખ્રિસ્તીઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે.તેમણે કહ્યું કે, લાખો લોકોને પોતાનું ઘર છોડીને ભારત આવવું પડ્યું છે. પાકિસ્તાને આ લોકો પર અત્યાચાર કર્યો છે પરંતુ કોગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પાકિસ્તાન વિરુદ્ધ નથી પરંતુ પીડિતો વિરુદ્ધ આંદોલન કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજા હિસ્સો ખેડૂતોને આપ્યો હતો. તેમણે ડિઝિટલ ટ્રાન્જેક્શન દ્વારા 12000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જે 6 કરોડ ખેડૂતોના ખાતામાં જશે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 રૂપિયા મળે છે. તેમણે કહ્યુ કે, અમે ખેડૂતોની આવક બે ગણી કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. કૃષિ કર્મણ એવોર્ડ જીતનારા તમામ સાથીઓ અને દેશના તમામ ખેડૂતોને ખૂબ અભિનંદન. દેશના તમામ ખેડૂતોને નવા વર્ષની શુભેચ્છા.Congress, its allies don't speak against Pak, but are taking out rallies against refugees: PM Modi Read @ANI Story | https://t.co/I0gQsMFR7J pic.twitter.com/CDUSMi005g
— ANI Digital (@ani_digital) January 2, 2020
કર્ણાટક સહિત આખા ભારતમાં જળસંકટની સ્થિતિનો સામનો કરવા માટે સરકારે ઘર-ઘર પાણી પહોચાડવાનો સંકલ્પ લીધો છે. થોડા દિવસ અગાઉ અટલ ભૂજલ યોજના શરૂ કરી છે. જે હેઠળ કર્ણાટક સહિત દેશના સાત રાજ્યોમાં ભૂજલ સ્તરને ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માછલી પાલકોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાથી જોડવામાં આવી ચૂક્યા છે. નવી ફિશિંગ હાર્બર બનાવવામાં આવી રહ્યા છે. બોટને આધુનિકીકરણ માટે રાજ્યોને 2500 કરોડથી વધુ રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે. ઇસરોની મદદથી માછીમારોની સુરક્ષા માટે નેવિગેશન ડિવાઇસ બોટમાં લગાવાવમાં આવી રહ્યા છે. ભારત મસાલા ઉત્પાદન 25 લાખ ટનથી વધ્યું છે તો એક્સપોર્ટ પણ લગભગ 15 હજાર કરોડથી વધીને લગભગ 19 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યુ છે.PM Modi in Tumakuru: Because of the efforts of our govt, the production of spice has increased by more than 25 lakh tons in India, and its export has also increased from about Rs. 15,000 crores to about Rs. 19,000 crores. #Karnataka pic.twitter.com/OHEmYEiJqO
— ANI (@ANI) January 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement