શોધખોળ કરો
રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની જીદે ચડેલી કોંગ્રેસની આ યુવતી છે કોણ
1/8

પદ્માએ કહ્યું હતું કે, દલિતોના ઘરે જમનાર રાહુલ ગાંધી તેની સાથે લગ્ન કરીને વધુ જાણીતા થઇ શકે છે. જો સિક્યુરિટીવાળા તેની એક વાર રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવી દે તો તેને જોતાજ રાહુલ ગાંધી તેની સાથે લગ્ન માટે તૈયાર થઇ જશે. રાહુલની કથિત પ્રેમિકા તેને મળવા માટે દિલ્લી સહિત ઘણા શહેરોમાં ચક્કર લગાવી ચૂંકી છે.
2/8

મહિલાનું કહેવું છે કે, 12 વર્ષ પહેલા આકાશમાંથી થયેલી આકાશવાણીમાં તેને કહેવામાં આવ્યું હતું કે, તે રાહુલ ગાંધીની પત્ની બનશે. તેના લગ્ન બાદ જ રાહુલ ગાંધીની કિસ્મત બદલાશે અને તે દેશની કમાન સંભાળી શકશે.
3/8

પદ્મા દેવી ચૌરસિયા નામની મહિલા 46 વર્ષના રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માંગ છે. તે ઇલાહબાદમાં આનંદ ભવન ગેટ પાસે ઉભી હતી. પદ્મા દેવી ચૌરસિયા કૉંગ્રેસની સક્રિય કાર્યકર્તા છે. તેની ઇચ્છા રાહુલ ગાંધીને મળીને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ રાખવાની છે. તે રાહુલ ગાંધીની સાથે સાથે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાધી સાથે પણ મુલાકાત કરવા માંગ છે.
4/8

ઇલાહબાદઃ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની જીદ કરી રહેલી કૉંગ્રેસની એક મહિલા કાર્યકર્તાએ સોમવારે ઇલાહબાદમાં કલાકો સુધી હંગામો કર્યો હતો, જ્યાં રાહુલ ગાંધી તેની માતા અને બહેન પ્રિયંકા ગાંધી સાથે રોકાયા હતા. રાહુલ ગાંધી સાથે લગ્નની માંગ કરનાર મહિલાએ કૉંગ્રેસની મહિલા કાર્યકર્તા સાથે પણ મારપીટ કરી હતી.
5/8

કૉંગ્રેસના અમુક લોકોએ તેની સાથે ગેર વર્તણૂંક કરી હતી. પોલીસની હાજરમાં જ તેના પર હાથ ઉઠાવ્યો હતો. મહિલા તેની સાથે નવા કપડા લઇને પણ આવી હતી પણ રસ્તા પર હંગામો કરતા પોલીસ સ્ટેશનની હવા ખાવી પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે, શાંતિ ભંગ કરવાના આરોપમાં તેની અટકાયત કરવામાં આવી છે.
6/8

મહિલાને પહેલા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ સમજાવી પણ તે ન માનતા ત્યાર બાદ પોલીસે પણ તેને સમજાવી પરત ફરવાની સલાહ આપી હતી. લગ્ની જીદે ચડેલી મહિલા પરત ફરવા નહોતી માંગતી અને કૉંગ્રેસની બીજ મહિલા કાર્યકર્તા સાથે મારપીટ કરવા લાગી હતી.
7/8

મહિલાના હંગામા બાદ પોલીસે તેની અટકાયત કરી હતી. હંગામા કરનાર મહિલાનો આરોપ છે કે, રાહુલ ગાંધી તેના સપનામાં આવે છે. અને તેને પોતાની દુલ્હન બનાવવાનું વચન આપે છે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની જીદ કરનાર આ મહિલાએ ઇલાહબાદ રસ્તા પર હંગામો કરતા ત્યાં ઉસ્થિત લોકોનો રસેવો છુટી ગયો હતો.
8/8

તેને આનંદ ભવન ગેટ પાસેથી ભલે દૂર હટાવી દેવામાં આવી હોય, પરંતું તે કૉંગ્રેસના સેવાદળનો પોતાના ઓળખ પત્ર સાથે રસ્તા પર ઉભી રહી ગઇ હતી. ત્યાર બાદ તેને કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ત્યાંથી પણ ધક્કા મારીને હટાવી દીધી હતી.
Published at : 23 Nov 2016 10:03 AM (IST)
View More





















