તેમ છતાં પોલીસે યુવતી અને તેના બોયફ્રેન્ડને ઘટના અંગે ફરીયાદ નોંધાવવાનું કહેતા બન્નેએ ઈનકાર કર્યો હતો. પોલીસે આ ઘટના સંદર્ભે તપાસનો દોર શરૂ કર્યો છે.
2/6
ત્યારબાદ બન્નેને સ્થળ ઓળખ કરવા માટે નવલખી મેદાનમાં લઈ જવાયા હતા. જોકે યુવકને કયા સ્થળે બાંધીને માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો તે અંગે તેને જાણ ન હતી. જ્યારે યુવતી સાથે કઈ જગ્યાએ ત્રણ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો તે પણ તેણીને જાણ ન હતી.
3/6
નરાધમોએ કરેલા કૃત્ય બાદ યુવતી અને તેનો બોયફ્રેન્ડ હેમખેમ રસ્તા પર પહોંચ્યા અને ત્યાંથી એક મિત્રનો મોબાઈલ લઈ અન્ય મિત્રોને બોલાવી બનાવની જાણ કરી હતી. જેથી મિત્રોએ પોલીસમાં ફરીયાદ નોંધાવાનું કહેતા લક્ષય ટ્રસ્ટ દ્વારા બન્નેને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતાં. જ્યાં રાવપુરા પોલીસે ખુદ બન્ને સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી.
4/6
આ દરમિયાન ત્રણ જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવતીને ખેંચી ઝાડીમાં લઇ ગયા હતા. ત્યાર બાદ યુવતીના કપડાં ફાડી નાખ્યા હતાં જ્યારે યુવતીના બોય ફ્રેન્ડને ઝાડ સાથે બાંધી માર માર્યો હતો. ત્રણેય શખ્સોએ ઝાડીમાં લઈ જઈ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ યુવકને લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા.
5/6
વડોદરાના જૂના પાદરા રોડ પર રહેતી યુવતી અને તેના ઘર સામે જ રહેતા યુવક વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી યુવતી સોમવારે મોડી સાંજે બોયફ્રેન્ડ સાથે નવલખી મેદાન ખાતે પહોંચી હતી. નવલખી મેદના ખાતે અંધારામાં યુવતી અને તેનો બોય-ફ્રેન્ડ બેઠા હતા.
6/6
વડોદરાઃ સોમવારના રોજ ઢળતી સાંજે યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે બેઠી હતી. યુવતીનો જન્મદિવસ હોવાથી બોયફ્રેન્ડ સાથે કેક કાપવાની હતી. જ્યાં કેટલાંક હવસખોરોએ યુવતીને અંધારામાં ઝાડીમાં ખેંસી ગયા હતા અને યુવતીના કપડાં ફાડી નાખીને ગેંગરેપ કર્યો હતો અને તેના બોયફ્રેન્ડને બાંધીને માર મારી લૂંટી લીધો હતો. વડોદરાની યુવા પેઢી પોતાની બર્થ-ડે ઉજવવાનું નવલખી મેદાન ખૂબ જ પસંદ કરે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક)