આ ઘટનાની જાણ જ્યોર્જિયા પોલીસને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતકના પરિવારનો સંપર્ક કરતાં મૃતકના પત્ની શીતલબેન ઉપર આભ ફાટી પડ્યું હતું.
2/6
પાર્કિંગમાં આવી પહોંચેલા આફ્રિકન અમેરિકન શખ્સે તેમની ઉપર એકા એક ત્રણથી ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં ત્રણ ગોળીઓ હરિકૃષ્ણભાઈની છાતીમાં વાગતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
3/6
હરિકૃષ્ણભાઈ એટલાન્ટ જ્યોર્જિયામાં એક સ્ટોર અને પેટ્રોલ પંપ ધરાવે છે. શનિવારે બપોરે હરિકૃષ્ણભાઈ પોતાના સ્ટોર પરથી ઘરે જવા કારમાં નિકળ્યાં હતા. જ્યાં રસ્તામાં ખરીદી કરવા તેઓ શોપિંગ મોલમાં ગયા હતાં અને ખરીદી કર્યાં બાદ તેઓ શોપિંગ મોલના પાર્કિંગમાં કારમાં બેસવા જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક બંદુકધારી શખ્સ તેમની પાસે આવી પહોંચ્યો હતો.
4/6
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલી હનુમાન પોળમાં રહેતા હરિકૃષ્ણભાઇ મિસ્ત્રી છેલ્લા 20 વર્ષથી અમેરિકાના એટલાન્ટા જ્યોર્જિયા સીટીમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. જેમાં 19 વર્ષિય નેન્સી અને 4 વર્ષિય નયન બન્ને અભ્યાસ કરે છે.
5/6
આ બનાવને પગલે જ્યોર્જિયા પોલીસે ગુનો નોંધી હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં જ વડોદરામાં રહેતા મિસ્ત્રી પરિવારને થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
6/6
વડોદરા: અમેરિકામાં ભારતીયોની હત્યાનો સિલસિલો યથાવત છે. ત્યારે શોંપીગ મોલના પાર્કિંગમાં વધુ એક ગુજરાતીની 3 ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપીંગ મોલમાં ખરીદી કરી ઘરે જઈ રહ્યા હતાં તે સમયે મોલના પાર્કિંગમાં વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ફાયરિંગના અવાજથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી.