Mehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું
યાત્રાધામ બહુચરાજીમાં રહેણાંક હેતુથી ફાળવાયેલી જગ્યાએ અડીખમ શોપિંગ સેન્ટર તાંણી બાંધ્યું છે છતાંય એક વર્ષથી તંત્ર ઘોર નિદ્રામાં અધિકારી દ્વારા સ્ટે મૂક્યા બાદ કોઈ કાર્યવાહી નહિ .
મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં રહેણાંક હેતુથી ફાળવાયેલી જગ્યાએ અડીખમ શોપિંગ સેન્ટરનું નિર્માણ કરી દેવાયું. જેના પર સ્ટે મુક્યા બાદ પણ પ્રશાસન ઘોર નિંદ્રામાં જોવા મળ્યું. 2019માં બહુચરાજી બસ સ્ટેશન સામેની જગ્યામાં જગદીશ પટેલ, પ્રવીણભાઈ પટેલ મનુભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ અને રાજેન્દ્ર પટેલને જિલ્લા પંચાયતે જંત્રીના દરે રહેણાંક પ્લોટ ફાળવ્યા. પણ અહીં મકાનની જગ્યાએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી દેવાયું. આ મુદ્દે જાગૃત વ્યક્તિએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને લેખિતમાં ફરિયાદ કરતા તેના પર સ્ટે મૂકી દેવાયો. જેને એક વર્ષનો સમય થઈ ચુક્યો છે. છતા હજુ પ્રશાસને હજુ બાંધકામ હટાવ્યું નથી.