શોધખોળ કરો
વડોદરા: યુવતી અને પ્રેમી વચ્ચે બંધાયા શારીરિક સંબંધોની પછી પતિને ખબર પડી જતાં શું થયા હાલ? જાણો વિગત
1/6

છગનલાલને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ઓટો રિક્ષામાં બેસીને સ્ટેશન આવી પહોંચ્યો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસી જયપુર ભાગી ગયો હતો. વારસીયા પોલીસે હિના જાંગીડ અને તેના પ્રેમી દયારામ ગુર્જર સામે છગનલાલની હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પતિની હત્યા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હોવાનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
2/6

દયારામ ગુર્જરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, મારા અને હિના વચ્ચેના પ્રેમમાં છગનલાલ અડચણરૂપ બનતો હતો અને તે મારી પ્રેમિકા હિનાને માર મારતો હતો. તે સહન થતું ન હતું. હિનાએ પણ મને પતિ મારતો હોવાની વાત કરી હતી અને પતિનું કાસળ કાઢી નાંખવા માટે જણાવ્યું હતું. જેના કારણે તા.19મીના રોજ બપોરે 2 વાગે હિનાના ઘરે ગયો હતો. સાંજે અમે ત્રણેય સાથે જમ્યા હતા અને તે બાદ અમારા પ્રેમમાં કાંટારૂપ છગનલાલ જાંગીડના ગળામાં વાયરથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. છગનલાલનો અવાજ બહાર ન જાય તે માટે ટી.વી.નો અવાજ ફૂલ કરી દીધો હતો.
Published at : 29 Sep 2018 10:47 AM (IST)
Tags :
Vadodara PoliceView More





















