શોધખોળ કરો
વડોદરાઃ પતિ-સસરા કારખાને જતા ને 26 વર્ષની યુવતી 5 વર્ષ નાના પ્રેમી સાથે ઘરમાં જ મનાવતી રંગરેલિયાં, પછી શું થયું?

1/8

આ દરમિયાન વચ્ચેના સમયમાં મીત કુંજલના ઘરે મળવા પહોંચી જતો હતો અને બંને રંગરેલિયાં મનાવતાં હતાં. કુંજલ અઢી વર્ષના પુત્ર ધૈર્યને સ્કુલે મૂકવા જતી હતી, ત્યારે પણ બંને મળતાં હતાં. કુંજલ દીકરાને સ્કૂલે મૂકીને આવે પછી બંને કુંજલના ઘરમાં એકબીજામાં ખોવાઈ જતાં અને હવસ સંતોષતાં હતાં.
2/8

વડોદરાઃ સુશેન તરસાલી રિંગ રોડ પરની આનંદબાગ સોસાયટીના એક મકાનમાં શુક્રવારે સવારે એક યુવતીની હત્યા થઈ એ કેસમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવો ખુલાસો થયો છે. આ ઘટનામાં 26 વર્ષની યુવાન પરીણીતા કુંજલને 21 વર્શના પ્રેમી મીત સાથે સેક્સ સંબંધ હતા ને કુંજલે જ પ્રેમીને તેની હત્યા કરવા કહ્યું હતું.
3/8

પોલીસ આધારકાર્ડના આધારે મૃતકના મકરપુરા જીઆઈડીસી રોડ પર મારૂતિધામ સોસાયટીમાં પહોંચી હતી. પોલીસે મૃતકના મોબાઈલ ફોનમાં પાડેલા ફોટા તેમજ આધારકાર્ડ ઘરના સભ્યોને બતાવતાં જ નાનો ભાઈ ક્રિષ્ણા પંચાલ રડવા લાગ્યો હતો. ક્રિષ્ણાએ પિતા અનિલભાઈને પણ ઘરે બોલાવ્યા અને બધાં બનાવના સ્થળે ગયાં હતાં.
4/8

પરિવારે મૃતદેહ મિતનો જ હોવાનું કહ્યું હતું. મિતના પર્સમાંથી મળેલી સુસાઈડ નોટમાં કુંજલ અને મીત વચ્ચે પ્રેમ સબંધો હોવાનો ઉલ્લેખ હતો. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, કુંજલે મને કીધું મને મારીને પોતે મરી જાવ. એટલે, મીતએ જ કુંજલની હત્યા કર્યા બાદ પોતે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાની કડી જોડાઈ હતી.
5/8

ધોરણ સુધી અભ્યાસ કરનાર મીત થોડા દિવસ પહેલા લેથ મશીનના કારખાનામાં નોકરી પર લાગ્યો હતો. મીત અને કુંજલ સમાજના ભેગા થતાં હતા. તે સમયે તેમની વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. કુંજલના પતિ, દિયર અને સસરા સવારે 8 વાગ્યે કારખાના પર જતાં હતાં અને બપોરે 12 વાગ્યે ઘરે જમવા આવતા હતા.
6/8

પોલીસ સમી સાંજે ચાર વાગ્યે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં મૃતકના ખિસ્સામાંથી એક પાકીટ મળ્યું હતું. જેમાં આધાર કાર્ડ, પાનકાર્ડ અને જોબ કાર્ડની સાથે એક સુસાઈડ નોટ પણ હતી. આ સુસાઈડ નોટે કુંજલની હત્યા અને યુવકની આત્મહત્યાનું રહસ્ય ખોલી નાંખ્યું હતું.
7/8

કુંજલે તેના 21 વર્ષના પ્રેમી મીતને કહ્યું કે, તું મારું મર્ડર કરી નાંખ અને તું પણ મરી જા. આ રીતે આપણે અહીં ભલે ના મળીએ પણ ઉપર મળી શકીશું. પ્રેમીકાની આ વાત માની પ્રેમી મીતે ઠંડે કલેજે તેની હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં પ્રેમ કહાણીનો કરૂણ અંજામ આવ્યો હતો.
8/8

આનંદબાગ સોસાયટીમાં રહેતી 26 વર્ષની કુંજલ પંચાલની શુક્રવારે સવારે તેના જ ઘરમાં શાક સમારવાના ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરાઈ હતી. પોલીસ તપાસ કરી રહી હતી, ત્યાં જ બપોરે 1.38 વાગ્યે માહિતી મળી કે, મકરપુરા યાર્ડની વચ્ચે આવેલા એલસી ગેટ પાસે ટ્રેનની ટક્કરે અજાણ્યા યુવકનું મોત થયું છે.
Published at : 10 Sep 2018 10:55 AM (IST)
Tags :
Extra Marital Affairવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement
