એલમ્બિક સ્કૂલના શિક્ષક વિનુ કાતરીયાને ફરજ મોકુફ કરવા માટેનો ઠરાવ સ્કૂલના મંડળ દ્વારા ડીઈઓ કચેરીને મોકલી આપવામાં આવ્યો હતો જેના આધારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષક સામે ખાતાકીય તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
2/4
વિનુએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ ઓગસ્ટ 2017માં તેના જય ટ્યૂશન ક્લાસમાં એડમિશન લીધું હતું. તે સમયે વિદ્યાર્થીની સાથે મિત્રતા કરવાના બહાને એક યુવક હેરાન કરતો હતો. જેને ઠપકો આપતા હેરાન કરવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ વિદ્યાર્થિની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
3/4
પોલીસે શિક્ષકના નિવાસસ્થાને તેમજ તેણે જે જગ્યાએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું તે પાદરા અને અમદાવાદની હોટલમાં જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. તેમજ કારમાં પણ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હોવાથી શિક્ષકની કાર પોલીસે કબજે કરી હતી.
4/4
વડોદરા: વડોદરા લંપટ શિક્ષક કેસમાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે ત્યારે 12માં ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર જય ટ્યૂશન ક્લાસના સંચાલક વિનુ કાતરિયાએ પોલીસ પૂછપરછ દરમિયાન પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો હતો અને ત્રણ મહિના દરમિયાન તેણે જુદી જુદી જગ્યાએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે શિક્ષકે પોતાના નિવેદનમાં પણ તેની સાથે પ્રેમ થઈ ગયો હોવાનું લખાવ્યું હતું.