શોધખોળ કરો
વડોદરાઃ નીતિન સાંડેસરાની દુબઈથી ધરપકડ, 5000 કરોડનું આચર્યું છે કૌભાંડ
1/4

ભાગેડુ કૌભાંડી સાંડેસરાની ગતિવિધિ તેમજ તેમના દ્વારા થતાં ફોન કોલ્સ, મેસેજીસ પર બાજનજર રાખી રહેલ તપાસ સંસ્થા સીબીઆઈના અધિકારીઓને સાંડેસરા દુબઈમાં હોવાની માહિતી બે દિવસથી સાંપડી હતી. આથી સીબીઆઈ દ્વારા સત્તાવાર રીતે દુબઈના સમકક્ષ ઓથોરિટીને માહિતગાર કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ મુજબ બિનજામીનપાત્ર વોરંટ મેળવ્યા બાદ અજ્ઞાતવાસમાં રહેલા સાંડેસરાને દબોચી લેવામાં આવ્યા હતા.
2/4

આ કેસમાં દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ ગગન ધવન, આંધ્ર બેન્કના પૂર્વ નિયામક અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર રાજભુષણ દિક્ષિતની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ પોતાની ધરપકડ ટાળવા માટે નીતિન સાંડેસરા વિદેશ નાસી જવામાં સફળ થયા હતા. બુધવારે મોડી સાંજે તેમની ધરપકડ થતાં આ કેસમાં સીબીઆઈને મોટી સફળતા મળી છે.
Published at : 16 Aug 2018 08:37 AM (IST)
View More





















