શોધખોળ કરો
વડોદરાઃ જ્યોતિષે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ગુજાર્યો બળાત્કાર, પત્નીએ આપ્યો સાથ
1/4

જેમ તેમ કરીને ગત બુધવારે ઘરે પહોંચેલી સગીરાએ તમામ હકિકત પરિવારને જણાવતાં પરિવાર મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સગીરાએ આરોપી દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે દેવકીની અટકાયત કરી હતી. જોકે, જ્યોતિષનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે આરોપીના ઘરની ઝડતી લેતાં ઘરમાંથી દેશી બનાવટનો એક તમંચો, 4 કારતૂસ, તલવાર, ગુપ્તિ, ચપ્પુ અને લોખંડનું ધારિયું મળી આવ્યા હતા.
2/4

દરમિયાન ગત 30મી જુલાઇએ સગીરાને અડધી રાતે ઘરની બહાર બોલાવી હતી અને તેને ફોસલાવીને ભગાડી ગયો હતો. આ પછી તેને વુડાના એક મકાનમાં રાખી હતી. જ્યાં તેને ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેના પર પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે જ્યોતિષને તેની પત્નીએ પણ સહકાર આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Published at : 26 Nov 2016 02:38 PM (IST)
View More





















