શોધખોળ કરો
‘વુમન આઈકોન એવોર્ડ-2019’ માટે ગુજરાત કેડરના કયા મહિલા IPSની પસંદગી થઈ, જાણો વિગત
1/3

સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, સમજ સ્પર્શની અભિયાનની શરૂઆત કરવામાં મદદ કરનાર દરેકનો હું આભાર માનું છું. ટીમે 8 મહિનાથી અભિયાનને આગળ ધપાવવા જે મહેનત કરી છે તે બધાંની હું ઋણી છું. ચેન્નાઈ ખાતે યોજાનાર આ ઈવેન્ટમાં પણ હું આ અભિયાન પ્રસરાવી બાળકો પર થતાં અત્યાચાર અને સતામણીના બનાવો ઘટાડવાનો પ્રયાસ કરીશ.
2/3

પ્રેરણાત્મક, સક્ષમ, ઉત્કૃષ્ટ અને ઉમદા કાર્ય બદલ મહિલાઓને આપવામાં આવતા ગ્લોબલ એવોર્ડની 12 કેટેગરીમાંની વુમન ઈન યુનિફોર્મ કેટેગરી માટે ડી.સી.પી. સરોજ કુમારીની પસંદગી કરવામાં આવી છે. 2 માર્ચ 2019ના રોજ ચેન્નાઈ ખાતે આવેલા ધ ચિન્મયા હેરિટેજ હોલ ખાતે તામિલનાડુના ગવર્નર થીરૂ બનવારીલાલ પુરોહિતના હસ્તે સરોજ કુમારીને એવોર્ડ આપવામાં આવશે.
Published at : 06 Feb 2019 10:54 AM (IST)
Tags :
Gujarat IPSView More





















