શોધખોળ કરો
Gujarat Bypolls: અબડાસા બેઠક પર ભરાયા સૌથી વધુ 32 ઉમેદવારી પત્રક
ગુજરાત વિધાનસભાની (Gujarat Bypolls:) આઠ બેઠકો પરની પેટાચૂંટણીમાં 135 નામાંકન ભરવામાં આવ્યા હતા.સૌથી વધુ અબડાસા બેઠક (Abdasa seat) પર 32 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષના પણ 23 ઉમેદવારી પત્રો ભરાયા છે, લીંબડીમાં કુલ 20 ઉમેદવારી ફોર્મ ભરાયા છે જેમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત અપક્ષના 17 ફોર્મ છે.ધારી બેઠક (Dhari seat) માટે 19 ઉમેદવારી ફોર્મ આવ્યા છે જેમાં અપક્ષના સાત ફોર્મનો પણ સમાવેશ થાય છે. કરજણમાં 18 ફોર્મ ભરાયા છે . અહીં ભાજપ કોંગ્રેસની સાથે બીટીપી તરફથી પણ ઉમેદવારી થઇ છે. તેવી જ રીતે ડાંગમાં (Dang seat) પણ બીટીપીએ ઉમેદવાર ઉભા રાખ્યા છે અહીં 20 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપ કોંગ્રેસની અને અપક્ષોના પણ સાત ફોર્મ આવ્યા છે. મોરબી બેઠક ઉપર 27 ફોર્મ ભરાયા છે. કપરાડા (Kaprada Seat) વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ 10 ઉમેદવારી પત્રો ભરાયા છે. ગઢડા પેટાચૂંટણી (Gadhada seat) માટે પણ 16 ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર છે .
આગળ જુઓ





















