Hu to Bolish | હું તો બોલીશ | હાર-જીતનું પોસ્ટમોર્ટમ
હાર-જીતનું પોસ્ટમોર્ટમ થોડાક સમયથી આપ સતત સાંભળી રહ્યા હતા. કોણ બનશે મુખ્યમંત્રી? કોણ બનશે મુખ્યમંત્રી? હજી સ્પષ્ટ નથી થયું, સત્તાવાર રીતે પણ કોની બનશે સરકાર તે બંને રાજ્યોમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણાના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરની ગણતરી સંપૂર્ણપણે પૂરી થઈ ચૂકી છે. હરિયાણાની ગણતરી પૂર્ણતાને આરે છે અને એ જ પરિણામોની અંદર કોંગ્રેસની બંને રાજ્યોની અંદર અપેક્ષા પ્રમાણે સફળતા નથી મળી. હરિયાણામાં કોંગ્રેસને હાર મળી છે, જ્યારે ભાજપ સતત ત્રીજીવાર સત્તાનું સુકાન સંભાળશે, સત્તામાં આવી રહી છે. 10 વર્ષ બાદ પણ વનવાસ કોંગ્રેસનો હરિયાણાથી પૂર્ણ નથી થયો. ગુજરાતનો 30 વર્ષનો તો હરિયાણામાં 10 વર્ષ પછી બીજા પાંચ વર્ષ માટેનો વનવાસ નક્કી થઈ ચૂક્યો છે. બંને રાજ્યો 90-90 વાળા વિધાનસભાના રાજ્યો છે. પહેલા વાત હરિયાણાની કરી લઈએ કારણ કે હરિયાણાના પરિણામો ઘણા રોચક રહ્યા છે.