(Source: ECI/ABP News/ABP Majha)
Hun to Bolish | હું તો બોલીશ | નકલીનો ખેલ
મહીસાગર જીલ્લાનાં લુણાવાડા આર.ટી.એસ. શાખામાં આઉટ સોર્સ કંપનીનાં ઓપરેટરે બનાવટી સહી કરી 73AAની એન્ટ્રી રદ કરતો હુકમ કર્યો...અતુલ ભોઈ નામના ભેજાબાજે નાયબ મામલતદાર અને કારકૂનની બનાવટી સહી કરી બનાવટી હુકમ કર્યાનું સામે આવતા ત્વરીત તપાસ કરવામાં આવી. જેમાં સામે આવ્યું કે, નિયમિત ચાલતા આર.ટી.એસ કેસની જેમ જ પક્ષકારો માટેની મુદત કાઢતો હતો. ત્યારબાદ પક્ષકારોની સહી મેળવી 73AAનું નિયંત્રણ હટાવતો. ખોટી સહીથી બારોબાર હુકમ કરી અને ઓનલાઈન સિસ્ટમ સાથે ચેડા કરી કેસ ડિસપોઝ કરી દેતો ત્યારબાદ અરજદારને બનાવટી હુકમ આપતો હતો. એટલું જ નહીં બનાવટી હુકમની કાચી નોંધ પણ દાખલ કરતો હતો. આ બાબતની જાણ લુણાવાડા મામલતદાર કચેરીને થતા કલેક્ટર કચેરીને જાણ કરવામાં આવી. ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી અગાઉ કેટલી જમીન બારોબાર ખોટા હુકમો કરી વેચાણ કરી છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.