Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?
રાજકોટના આકાશવાણી ચોકમાં પણ લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો..ઠાકરધણી હોટલમાં 15 શખ્સોએ તોડફોડ અને મારામારી કરી. એટલુ જ નહીં.. હોટલના માલિક પર હુમલો કરીને તેને ઈજાગ્રસ્ત કરીને અસામાજિક તત્વો ડરનો માહોલ ફેલાવ્યો. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. એ જ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. આરોપીઓની ધરપકડ કરીને પોલીસે તમામને કાયદાનું ભાન કરાવ્યુ. બે હાથ જોડાવીને આરોપીઓ પાસે માફી મગાવી
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા. મોડી રાત્રે હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકતા જ આગની જ્વાળા ફેલાઈ. જેને લઈ નાસભાગ મચી ગઈ. રાત્રિના સમયે કોઈ ગ્રાહક ન હોવાથી મોટી દુર્ઘટના અટકી. પોલીસ તપાસમાં ખુલ્યું કે, માત્ર 100 રૂપિયાની લેતીદેતીમાં અસામાજિક તત્વોએ આ કરતૂત કરી. સોડાની બોટલમાં પેટ્રોલ ભરી આગ લગાડી હતી. પેટ્રોલ બોમ્બ ફેંકી ચારેય આરોપી ફરાર થઈ ગયા. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરીને એક આરોપી ચિરાગ શૈલેષ જલલાજીની ધરપકડ કરી છે...હજુ 3 આરોપી ફરાર છે.





















