Hun To Bolish : હું તો બોલીશ : AAPથી ઉમેશનો કેમ થયો મોહભંગ?
વર્ષ 2022માં રાજમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી. પાંચ બેઠકો વિધાનસભામાં મળી, પાંચ ધારાસભ્યો બન્યા. પણ ગણતરીના મહિનાઓમાં જ આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરના ધારાસભ્યોનો મોહભંગ થયો અને રાજીનામું આપ્યું. તાજેતરમાં ચૂંટણી થઈ, ગોપાલ ઇટાલિયા જીત્યા. ફરી એકવાર રાજ વિધાનસભાની અંદર પાંચ બેઠક આમ આદમી પાર્ટીની થઈ ગઈ, પણ આ તમામની વચ્ચે. આજે સમાચાર આવ્યા, જે પાંચ પૈકીના એક બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા. ઉમેશભાઈને આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં પક્ષના દંડક બનાવ્યા હતા. તેમણે આજે પત્રકાર પરિષદ કરીને કહ્યું છે કે, "હું આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું." એમણે એ પણ આરોપ લગાવ્યો છે કે ગોપાલ ઇટાલિયા પાટીદાર હોવાના કારણે આમ આદમી પાર્ટીએ જબરજસ્ત પ્રચાર પ્રસાર એના માટે વિસાવદરમાં કર્યો. જ્યારે કડીની અંદર દલિત સમાજના ઉમેદવાર હતા, એસ.સી. રિઝર્વ બેઠક હતી, તો એના માટે આમ આદમી પાર્ટીએ પ્રચાર પ્રસાર કર્યો નહીં. એમણે પોતાના પક્ષ માટે એટલે કે આમ આદમી પાર્ટી માટે આરોપ લગાવ્યો છે. ભાજપ અને કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટી પણ દલિત અને ઓબીસીના હકની રાજનીતિ નથી કરતી, એટલે હું રાજીનામું આપું છું. આમ આદમી પાર્ટીના તમામ મુદ્દાઓ ઉપરથી એમ કહીને તેમણે રાજીનામું આપ્યું
બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભાના દંડકપદેથી આપ્યું રાજીનામું. જોકે, ધારાસભ્યપદેથી રાજીનામું ન આપ્યું. કહ્યું કે, બોટાદની જનતાને અધવચ્ચે નહીં છોડું. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપ. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર જાતિવાદી હોવાનો આરોપ લગાવ્યો. ઉમેશ મકવાણાના મતે, વિસાવદરમાં સવર્ણ સમાજનો પ્રતિનિધિ હોવાથી મોટા આગેવાનોએ ખૂબ પ્રચાર કર્યો. જ્યારે કડીમાં દલિત ઉમેદવાર સાથે પ્રચારમાં ભેદભાવ કરાયો. આ તરફ આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા.





















