Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ થયા દોડતા !
એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી પાટણ જિલ્લામાં. સાંતલપુર પાસે ક્ષતિગ્રસ્ત ભારત માલા હાઈવેની કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વયથી તપાસ શરૂ
એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી પાટણ જિલ્લામાં. સાંતલપુર પાસે ક્ષતિગ્રસ્ત ભારત માલા હાઈવેની કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વયથી તપાસ શરૂ.. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સભ્ય વેંકટરામન અને જિલ્લા કલેક્ટરે તુષાર ભટ્ટે સંયુક્ત તપાસ હાથ ધરી. રોડના સેમ્પલ લઈને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે.. એટલુ જ નહીં. પરિક્ષણમાં સેમ્પલની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે નવી મશીનરી સાથે તાત્કાલિક રોડનું સમારકામ પણ હાથ ધરાશે..





















