Hun To Bolish : હું તો બોલીશ : બાગબાન
રાજકોટના જાનકી પાર્કમાં રહેતા વિજયાબેન ભંડેરી. આ બાને બે-બે દીકરા છે છતાં વહુના ત્રાસથી વિજયાબેન રોડ પર આવી ગયા. વિજયાબેનનો આરોપ છે કે તેમના નાના પુત્રની વહુ ગીતાબેન તેની સાથે ગેરવર્તણુક કરે છે. એટલુ જ નહીં. ઢોર માર મારીને ઘરમાંથી કાઢી મુકતા તેઓ ઘરેથી નીકળીને પુલ નીચે આવી ગયા. પહેલા સાંભળી લઈને માની વ્યથા.
માજીનો આરોપ છે કે, તેમના બે પુત્રોએ તેમની પાસે જે પણ હતુ તે પડાવી લીધુ. બંને દીકરાઓ કારખાના ચલાવે છે. અને હવે તેમને દર દર ભટકવા માટે મજબુર કરી દીધા. જો કે વિજયાબેનની દર્દભરી વ્યથાનો વીડિયો વાયરલ થયા બાદ સમાજસેવીએ સમજાવીને વૃદ્ધાને ઘરે લઈ ગયા. વૃદ્ધાને માર મારનાર નાની વહુ ગીતાબેન ભંડેરીનો વીડિયો પણ વાયરલ થયો. માજી ઘરે ગયા બાદ શું સંવાદ થયો તે સાંભળી લઈએ.




















