(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | ભીખ માંગવાના ખેલનો પર્દાફાશ
Hun To Bolish | હું તો બોલીશ | બાળ તસ્કરી અને બળજબરી પૂર્વક બાળકો પાસે ભીખ મંગાવવાનું નેટવર્ક ચાલતું હોવાની માહિતીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ, મહિલા પોલીસ અને ક્રાઇમબ્રાંચે ડ્રાઈવ શરૂ કરી....પોલીસની જુદી જુદી 5 ટીમોએ ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 15 બાળકોનું રેસ્ક્યૂ કર્યું....જેમાં 9 કિશોરીઓ અને 6 કિશોરનો સમાવેશ છે....પોલીસની આ ડ્રાઈવમાં ચોંકાવનારી વાત સામે આવી કે, રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાનુ બાળક ધરાવતા પરિવારોને કેટલાંક એજન્ટો અમદાવાદ કે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં લાવીને તેમની પાસે ભીક્ષાવૃતિ કરાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા...ગરીબ પરિવારોને કેટલાક એજન્ટ 150થી 200 રૂપિયા અપાવવાનું કહીને અમદાવાદ લાવી રહ્યા હતા...અને નાના બાળકો ધરાવતા પરિવારોને ખાસ ટાર્ગેટ કરવામાં આવતા હતા....અગાઉ પણ આ જ રીતે 18 બાળકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું....ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, બાળ તસ્કરી અને કમિશન ઉપર ભીખ મંગાવવાના નેટવર્કનો ભેદ ઉકેલવા આગામી 6 મહિના સુધી આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે...પકવાન ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા સહિત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટીમ ગોઠવી ચેકિંગ કરાયું...પોલીસે આવા બાળકોના માતા-પિતા વિરુદ્ધ 9 ફરિયાદ નોંધી છે....