Hun To Bolish : હું તો બોલીશ : કફ સીરપ કે ઝેર ?
ફાર્મા સેક્ટર. ગુજરાતનું એ ફાર્મા સેક્ટર જેને માત્ર દેશ જ નહીં. દુનિયાભરની અંદર નામ કર્યું છે. દેશમાં ફાર્મા સેક્ટરમાં જે દવાનું પ્રોડક્શન થાય છે તેમાંથી 33 ટકા દવાઓ ગુજરાતમાં બને છે. અને 28 ટકા ગુજરાતની દવાઓનું દૂનિયાભરમાં નિકાસ થાય છે. અનેક પ્રકારના ઈન્જેક્શન. અનેક પ્રકારની વેક્સિન. અનેક પ્રકારની દવાઓ. જેનું ગુજરાતમાં રિસર્ચ થયું એટલું જ નહીં ગુણવત્તાવાળી દવાઓ દુનિયાને પહોંચાડી ફાર્મા સેક્ટરમાં વૈશ્વિક નામ ગુજરાતનું બન્યું. અને ગુજરાતની અનેક બ્રાન્ડોએ દુનિયામાં નામ કર્યું. પણ દુર્ભાગ્ય જોજો. આ જ સેક્ટરે ફરી એકવાર કે જેણે ગુજરાતને ગૌરવ અપાવ્યું તેણે ગુજરાતને ધબ્બો લગાવ્યો. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડ્રિફ, રી-લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામની કફ સિરપથી કુલ 23 બાળકોના મૃત્યુ થયા. કેન્દ્ર સરકારના તપાસની અંદર સામે આવ્યું કે, કફ સીરપની અંદર ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ વધુ મળ્યું. તમિલનાડુ સરકારે શ્રીસન ફાર્માસ્યૂટિકલ કંપનીએ બનાવેલી કોલ્ડ્રિફ કફ સિરપની તપાસ કરાવી તો તેમાં 48.6 ટકા ડાયથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ મળ્યું. WHOના ધોરણો અનુસાર, દવાઓમાં ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ 0.1%થી વધુ ન હોવું જોઈએ. તેની સામે રી લાઈફ કફ સિરપમાં ઝેરીલું કેમિકલ 0.616% મળ્યું. જ્યારે રેસ્પિ ફ્રેસ ટીઆરમાં 1.342 ટકા DEG મળ્યું. તપાસની અંદર એ પણ સામે આવ્યું કે, અમદાવાદની મેસર્સ રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને સુરેન્દ્રનગરની મેસર્સ શેપ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ સીરપ સપ્લાય કર્યા હતા. જો કે સીરપ સપ્લાય કર્યા હતા કે સીરપ માટેનું બલ્ક ડ્રગ સપ્લાય કર્યું હતું તેનો કોયડો હજુ પણ યથાવત છે....જ્યારે એબીપી અસ્મિતા વતી મે કંપનીના માલિક ચેતનભાઈ સાથે વાત કરી તો તેમણે સામેથી કહ્યું કે, ના અમે સીરપ સપ્લાઈ કરી હતી. જ્યારે સુરેન્દ્રનગરની મેસર્સ શેપ ફાર્મા કંપનીના HR મેનેજરને પૂછ્યું તો તેમનું કહેવું હતું કે અમે બલ્ક ડ્રગ સપ્લાય કર્યું હતું...આવો સાંભળી તેમનું નિવેદન.





















